રસી લઇ ચૂકેલા લોકોને સૌથી વધારે ઝપેટમાં લઇ રહ્યો છે કોરોના ડેલ્ટા વેરિયન્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

દિલ્હી AIIMSની સ્ટડીમાં સામે આવ્યું કે, રસીના બંને અથવા એક ડોઝ લીધેલા લોકો કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થઇ રહ્યા છે.

કોરોનાની બીજી લહેર સામે ભારતની આરોગ્ય સુવિધા પણ જવાબ આપી ચૂકી હતી. આ કાળમાં નવા કેસ અને મૃત્યુઆંકે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની ગંભીરતાનો અહેસાસ કરાવ્યો હતો. જોકે રસીકરણ કરાવી ચૂકેલા પણ આ લહેરમાં કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેને લઇને દિલ્હી AIIMSએ મહત્વનો રિસર્ચ કરી પરિણામ મેળવી લીધી છે. જેમાં ખુલાસો થયો છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ રસી લઇ ચૂકેલા લોકોને સૌથી વધુ ઝપેટમાં લઇ રહ્યો છે. રિપોર્ટ તો એમ પણ કહે છે કે, કોરોનાની રસી કોવિશીલ્ડ લીધી હોય કે કોવેક્સિન, વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વ્યક્તિને સંક્રમિત કરવા માટે સક્ષમ છે.

AIIMS એ તેના રિસર્ચમાં એવા 63 લોકોને સામેલ કર્યા હતા જેઓ કોરોનાની રસી લીધા પછી પણ વાયરસથી ચેપી થયા હતા. એવામાં 36 લોકો એવા હતા જેમણે રસીના બંને ડોઝ લીધા હતા જ્યારે 27 લોકોએ રસીનો એક ડોઝ લીધો હતો. આ પૈકી 10 લોકોને કોવિશીલ્ડ રસી અને 52ને કોવેક્સિન રસી લાગી હતી. આ 63 લોકોમાં 41 પુરુષ અને 22 સ્ત્રીઓ સામેલ કરાઇ હતી.

રિપોર્ટમાં ખાસ મુદ્દો એ છે કે, તમામ 63 લોકો રસી લીધા પછી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા, પરંતુ એકપણનું મોત ન થયું. અહીં સુધી કે સંક્રમિત થયા પછી વધુમાં વધુ 5-7 દિવસ તાવ રહ્યો. આ સાથે એવો ખુલાસો પણ થયો કે, રસીના બંને ડોઝ લીધેલા 60% લોકોમાં અને એક ડોઝ લીધેલા 77% લોકોને કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટે સંક્રમિત કર્યા હતા. AIIMSના ઇમરજન્સી વોર્ડમાં આવનારા દર્દીઓના રુટિન ટેસ્ટિંગ માટે લીધેલા સેમ્પલના અભ્યાસથી આ તારણ સામે આવ્યું છે. જેમાં દર્દીઓમાં વધુ તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ બંને પ્રકારની વેક્સિન બે અથવા એક ડોઝ લઇ ચૂકેલા લોકોને ગંભીર રીતે સંક્રમિત કરી શકવાની ક્ષમતા રાખે છે. જોકે આ રિસર્ચ પહેલા રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને ઇન્સ્ટીટ્યુટ ઓફ જીનોમિક એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજીએ સાથે મળીને રિસર્ચ કર્યું હતું જેમાં ખુલાસો થયો હતો કે ડેલ્ટા વેરિયન્ટ સંક્રમણના ફેલાવા સામે કોરોના રસીના અસરને પ્રભાવિત કરી શકે છે. જોકે આ સ્ટડીમાં પણ એવુ પણ કહેવામાં આવ્યું હતું કે, આ વેક્સિન્સ કોરોના સંક્રમણ વિરુદ્ધ અરરકારક રીતે કામ કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો