દેશની સૌપ્રથમ કોરોના સ્વ-પરીક્ષણ કીટ કોવિસેલ્ફ હવે બજારમાં ઉપલબ્ધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

બેંગલોરની બાયોટેકનોલોજી કંપની માયલેબ ડિસ્કવરી સોલ્યુશનન્સે વ્યાવસાયિક રૂપે ભારતની પ્રથમ કોવિડ-19 સ્વ-પરિક્ષણ કીટ કોવિસેલ્ફ બહાર પાડી છે. આ કીટ દ્વારા માત્ર 15 મિનિટમાં જ રિઝલ્ટ મળી જાય છે. ગુરૂવારે લોન્ચ કરવામાં આવેલી આ કીટની કિંમત રૂ.250 રાખવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગયા મહિને જ કોવિડસેલ્ફને માન્યતા આપી હતી. માયલેબ દ્વારા દેશના 9પ ટકા વિસ્તારોમાં આ સેલ્ફકીટ વિતરીત કરશે.

કોરોનાનાં પરીક્ષણ માટેની આ સ્વદેશી કીટ ઇ-કોમર્સ માર્કેટપલેસ ફિલપકાર્ટ તેમજ દેશની ફાર્મસી અને દવાની દુકાનો પરથી મેળવી શકાશે. કંપની શરૂઆતમાં 10 લાખ સેલ્ફટેસ્ટ કીટ તૈયાર કરશે અને વપરાશકર્તાઓની માંગને આધારે દર અઠવાડિયે 10 લાખ યુનિટ ઉપઘલબ્ધ કરાવશે.આ કીટ આવતા 2-3 દિવસમાં રિટેલ માર્કેટમાં મળવા લાગશે. આ પ્રોડકટ સરકારી ઇ-માર્કેટપલ્સ (જીઇએમ) પર પણ ઉપલબ્ધ કરાવવાની કંપનીની યોજના છે.

માયલેબનાં મેનેજિંગ ડિરેકટર હસમુખ રાવલે જણાવ્યું હતું કે, સેલ્ફ ટેસ્ટના કારણે સંક્રમણનું પ્રમાણ ઘટશે. અમારૂ લક્ષ દેશનાં દરેક ખૂણે કોવિસેલ્ફ ઉપલબ્ધ કરાવવાનું છે. ખાસ કરીને ગામડામાં રહેતા લોકો કે જેમની પાસે પરીક્ષણ માટે ઓછા વિકલ્પો રહેલાં છે. આ પૂણે સ્થિત કંપનીએ ગયા વર્ષે દેશને પોતાની પ્રથમ આરટીપીસીઆર ટેસ્ટ કીટ પણ આપી હતી. જેનો હાલ કોરોના-પરિ ણ માટે બહોળાં પ્રમાણમાં ઉપયોગ થઇ રહયો છે.

અને હવે કોવિડ સેલ્ફ હાલની પરીક્ષણ પદ્ધતિ માટે વધુ આરામદાયક,સરળ અને સચોટ વિકલ્પ બનશે. આઇસીએમઆરના દિશા-નિર્દેશો મુજબ, તેનો ઉપયોગ લક્ષણ ધરાવતા કે ન ધરાવતા લોકો પણ આ કીટનો ઉપયોગ કરી શકશે. તેનાં પ્રત્યેક યુનિટમાં એક પરિક્ષણ કીટ ઉપયોગની પદ્ધતિક માટેનું પત્રક તેમજ તપાસ બાદ કીટને ડિસ્પોઝ કરવા માટેની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો