આવતી કાલથી ઈન્ક્મટેક્ષની નવી વેબ સાઈટ અપડેટ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

ઇનકમ ટેક્સ વિભાગની નવી વેબસાઇટ આવતી કાલથી એટલે કે 7 જૂનથી શરૂ થઇ જશે, જેથી કરદાતાઓ ફરી એકવાર ટેક્સ ભરી શકશે તેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે, જેથી તમને નવો અનુભવ મળે. વિભાગે પહેલી જૂને વેબસાઇટ (Income Tax New Website)ને બંધ કરી દીધી હતી. આ પોર્ટલ સબમિટ કરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે જોડવામાં આવશે અને ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરી શકાય છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ની એક એડ દ્વારા આ માહિતી આપતાં જણાવ્યું હતું કે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometax.gov.in 7 જૂને શરૂ કરવામાં આવશે. આવકવેરા વિભાગે તેની ટવીટમાં કહ્યું છે કે ‘અમે 7 મી જૂનથી નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. નવા પોર્ટલમાં યુઝર્સ માટે ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કરદાતાઓ માટે આ વેબસાઇટ પર રિટર્ન ફાઇલ કરવાની સરળતાની સાથે, ઘણા નવા અપડેટ્સ ઉપલબ્ધ છે.

નવી વેબસાઇટમાં શું છે ખાસ?: પહેલાની સરખામણીએ વધારે યૂઝર ફ્રેન્ડલી, ITR ફાઇલ કરવામાં સરળતા, જલ્દી મળશે રિફંડ. નવા પોર્ટલ પર અપલોડ કરેલ અને પેન્ડિગ રહેલા કામ દેખાશે. કોઇ ટેક્સ પ્લેયરનું કામ અટકી ગયુ હશે તો જાણકારી આપવામાં આવશે. આ સોફ્ટવેર મફતમાં કામ કરશે તેના માટે કોઇ પૈસા ચુકવવા નહી પડે. તમે ITRને લગતી તમારી તમામ સમસ્યાનો ઉકેલ મેળવી શકશો.

જો ફાઇલિંગને લગતી કોઈ સમસ્યા છે, તો તમને તેના વિશે માહિતી જોઈએ છે, તો તમે ફોન પર મદદ મેળવી શકો છો. ટેક્સના સવાલો, ટ્યુટોરિયલ્સ, વિડિઓઝ અને ચેટબોટ્ની

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો