મોરબી જિલ્લામાં મીઠાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો

50 ટકાથી પણ ઓછો માલ પાકવા ભય : અગરીયા અને ઉદ્યોગકારોને મોટુ નુકશાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકામાં વર્ષે લાખો ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, ગત વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો અને પાછોતરો વરસાદ પણ થયો હતો જેથી કરીને મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં ઉત્પાદન માટેની કામગીરી મોડી શરૂ કરવામાં આવી હતી અને કમોસમી વરસાદ,

વાવાઝોડા સહિતની વાતાવરણની અસરના લીધે મીઠાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે અને જો ચોમાસુ ગુજરાતમાં સમયસર આવશે તો દરવર્ષે થતાં વાર્ષિક ઉત્પાદનની સામે આ વર્ષે 50 ટકા કરતાં પણ ઓછું મીઠાનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે જેથી કરીને મીઠાના ઉત્પાદકોને મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયેલ છે. મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાની અંદર મીઠાના અગરો આવેલા છે

જેમાં દર વર્ષે અગરિયાઓ દ્વારા લાખો ટન મીઠું પકવવામાં આવતું હોય છે સામાન્ય રીતે મીઠાની સીઝન સપ્ટેમ્બર મહિના પછી શરૂ થઈ જતી હોય છે અને દિવાળી પછી દરેક અગરિયાઓમાંથી મીઠાનો નવો માલ નીકળવાનું કામકાજ શરૂ થઈ જાય છે જોકે ગત વર્ષે ભારે વરસાદ અને ખાસ કરીને ઓકટોમ્બર મહિના સુધી વરસાદ પડયો હોવાથી મીઠાનું ઉત્પાદન મોડુ શરૂ કરવામાં આવ્યું છે અને આ વર્ષની સિઝન પૂરી થવામાં છે

ત્યાં સુધીમાં મોરબી જીલ્લામાં સરેરાશ 14થી 15 લાખ ટન મીઠાનું ઉત્પાદન થયું છે અને જો ગુજરાતમાં ચોમાસુ સમયસર આવશે તો મીઠાના અગરોની અંદર વરસાદના મીઠા પાણી આવી જવાથી મીઠું પકવવા માટેની અગરીયાઓ દ્વારા કરવામાં આવેલ કાળી મજૂરી ઉપર પાણી ફરી વળશે અને મીઠાનું ઉત્પાદન લગભગ 50 ટકા જેટલું પણ નહિ થાય તેવું મીઠા ઉદ્યોગના આગેવાન તેમજ માળીયા તાલુકા સોલ્ટ મેન્યૂ.એસો.ના ઉપપ્રમુખ રાજવીરસિંહ સરવૈયા કહી રહ્યા છે.

મોરબી જીલ્લામાં ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને પાછોતરા વરસાદના કારણે માત્ર ખેતીને જ નુકશાની થાય હતું તેવુ નથી મીઠા ઉધોગને પણ મોટી નુકશાની થઈ હતી કેમ કે, મીઠાના અગરમાં મીઠા પાણી ભરેલા હોવાથી ઉત્પાદન પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી અને જેથી કરીને પહેલાથી જ મીઠાનું ઉત્પાદન ઓછું થશે તેવો અંદાજ હતો જો કે અધુરામાં પૂરું વાવાઝોડાની અસરના લીધે પડેલા કમોસમી વરસાદથી મીઠાના તૈયાર માલને નુકશાન થયું છે

આટલું જ નહિ સોલર સિસ્ટમ સહિતના માલ સમાનને નુકશાની થયેલ છે મોરબી પંથકમાં પકાવવામાં આવતા મિઠાને દેશના તમામ રાજ્યોમાં સપ્લાઇ કરવામાં આવે છે સામાન્ય રીતે વર્ષે 45 લાખ ટન થી વધુ મીઠાનું ઉત્પાદન મોરબી જીલ્લાના માળીયા અને હળવદ તાલુકામાં કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે તેમાં ઘણો ઘટાડો થયો છે ને અત્યાર સુધીમાં માત્ર 14 થી 15 લાખ ટન મીઠાનું ઉત્પાદન થયું છે અને જો જૂન મહિનો આખો પાક લઈ શકશે

તો સરેરાશ માંડ માંડ 50 ટકા જેટલૂ ઉત્પાદન થાય તેવો અંદાજ છે. તેમ મીઠાના ઉત્પાદક આબિદભાઈ રાઠોડએ જણાવેલ છે. મીઠાનું ઉત્પાદન વાતાવરણને આધારે થતું છે અને ચાલુ વર્ષે વરસાદ સહિતના પરિબળોના લીધે મીઠાના ઉત્પાદનમાં તોતિંગ ઘટાડો થયો છે જો કે, ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા વર્ષેથી ઋતુ ચક્ર બદલાઇ ગયુ છે અને લગભગ ચોમાસુ મોડું કાર્યરત થતુ હોય તેવુ જોવા મળે છે

જેના કારણે છેલ્લા વર્ષોની જેમ આ વર્ષે પણ મીઠાનું ઉત્પાદન ઘણું મોડું શરૂ થયુ હતું માટે ચાલુ વર્ષે અંદાજે 50 ટકા જેટલું જ મીઠું પકશે જો કે, મીઠું 45 લાખ ટન પાકે કે પછી 15 લાખ ટન પાકે મિઠાનું ઉત્પાદન કરતાં ઉદ્યોગકારો અને અગરિયાનો લગતા ખર્ચમાં કોઈ ઘટાડો થતો નથી તે હકકિત છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો