રાજકોટ: મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર ખાતે 18+ વેક્સિનેશનની કામગીરી: દરરોજ 800 લોકો આ સેન્ટરમાં વેક્સીન મુકાવે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

(અજય કાંજીયા દ્વારા) રાજકોટ, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, નવા જકાત નાકા કોમ્યુનિટી હોલ ખાતે વેક્સિનેશન કાર્ય પૂર જોશથી ચાલી રહ્યું છે અહીં 18 થી 44 વર્ષના દરરોજ 800 લોકો વેક્સિનેટ થઇ રહ્યા છે. આ વેક્સીન સેન્ટરમાં ડો. જીગર દેસાણી, દિવ્ય સોજીત્રા, રાહુલ રાખસીયા, રૂબીના મુલતાની, વિશાલ વાળા, નીલમ માલકિયા, સોહમ સોલંકી, મનોજ ડોડીયા સહિતનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ વેક્સિનેશન કેમ્પની રિપોર્ટર અજય કાંજીયાએ મુલાકાત લીધી હતી જેમાં વેક્સીન મુકાવી રહેલા વિશાલ માંડવીયાને પ્રજાને શું સંદેશ આપશો તેવું પૂછતાં તેમણે લોકોને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર વેક્સીન મુકાવી જોઈએ તેમ જણાવ્યું હતું. વેક્સિનેશન સેન્ટરના ડોક્ટરો પણ ખુબ સારું કામ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો