માળિયાના વવાણિયા ગામે રૂા.729 લાખના કામોનું ભુમિપૂજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

રામબાઈ મંદિરમાં ભોજનાલય, રસોડુ, કોઠારરૂમ, 250 માણસો બેસી શકે તેવો સત્સંગ હોલના કામોનું આયોજન

માળીયા તાલુકાના વવાણિયા ગામે પ્રવાસન નિગમ દ્વારા ડેસ્ટીનેશન ડેવલોપમેન્ટ ઓફ શ્રીમદ રાજ્ચક્રતીવન અંતર્ગત રામબાઈ મંદીર ખાતે રૂ.729.00 લાખના કામોનું ભૂમીપૂજન પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા સજોડે કરવામાં આવ્યું હતું. રામબાઈ મંદીર ખાતે આ કામો અંતર્ગત ભોજનાલય, રસોડુ, કોઠારરૂમ, 250 માણસ બેસી શકે તેવો સત્સંગ હોલના કામોનું આયોજન કરવામાં આવેલ છે. મંત્રીએ ભૂમીપૂજન કર્યા બાદ કોવીડ-19ની સરકારની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થીત લોકોને

જણાવ્યુ હતું કે પ્રવાસન વિભાગ દ્વારા આ વિસ્તારની જરૂરિયાતને ધ્યાને લઈને વિકાસ માટે પસંદગી કરી છે.

છેલ્લા છ મહિનામાં 500 કરોડના કામો મંજૂર થયેલા છે. તેમજ ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી વવાણીયા પી.એચ.સી. ને એમ્બ્યુલન્સ ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. ધારાસભ્યએ સીંચાઈનો લાભ આ વિસ્તારને તે માટે સરકાશરીમાં પ્રયત્નો થઈ રહ્યા છે અને સર્વેની કામગીરી ચાલુ છે. તેમજ 19 કરોડના ખર્ચે પીવાના પાણીના પાઇપોનું નવીનીકરણનું કામ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો