જયંતી રવિની બદલી કે સરકારે લીધો બદલો?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવવાની સાથે અનેક વિવાદોમાં ફસાયેલા જયંતિ રવિની એકાએક બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આરોગ્યમંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ સાથે થયેલા કેટલાક નિર્ણયોથી મુખ્યમંત્રી અજાણ રહ્યા હતા તો સીએમ સાથે થયેલા કેટલાક નિર્ણયોની જાણ આરોગ્યમંત્રી નીતિન પટેલ ન થતા તેઓ નારાજ થયા હતા.

ગુજરાતમાં કોરોના કાળ સમયે આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા, ખાસ કરીને તેમના કેટલાક નિર્ણયોના કારણે સરકારને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું, તેમાં પણ કોરોના દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીના આંતરિક વિવાદના કારણે જયંતિ રવિની સ્થિતિ કફોડી બની ગઈ હતી. જેમાં કેટલાક નિર્ણયો મુખ્યમંત્રીની સૂચનાથી બારોબાર કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નારાજ થઈ જતા હતા તો કેટલાકમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી દ્વારા લેવાતા નિર્ણયોમાં મુખ્યમંત્રી પણ અજાણ રહેતા તેનો દોષ પણ જયંતિ રવિના માથે ઠાલવવામાં આવતો હતો

તાજેતરમાં જ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય

મંત્રી નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં થોડા અકળાઈ ગયેલા ચેહેર જવાબ આપ્યો હતો કે,મ્યુનિસિપલ કોર્પોરેશન એ નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા.

ખાસ કરીને કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલના બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને છેલ્લે વેક્સિનેશનની વ્યવસ્થામાં પણ સરકારના નિર્ણયોમાં એકસૂત્રતાના જાળવતા કે બધા સિનિયર મંત્રી કે અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવતા ના હોવાની ફરિયાદ ઉઠી હતી, જેમાં જયંતિ રવિને જવાબદાર ઠેરવવામાં આવતા હતા.

કેન્દ્રએ જયંતી રવિની બદલી અટકાવી હતી: ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતી રવિએ પોતાની બદલી ગુજરાત બહાર, ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી, પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતાં કેન્દ્ર સરકારે પણ તેમની બદલી એ સમયે અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં અને ત્રીજી લહેર આવે એ પહેલાં તેમની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થતાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો