વાંકાનેર જડેશ્વર નજીકની ઘટના : ડમ્પર ચાલક સામે નોંધાયો ગુન્હો

 ડમ્પર – ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં ચાર ઘાયલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ રાતીદેવળી નદીના પુલથી આગળ ડમ્પર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે ટ્રેકટર ચાલકે ડમ્પરના ચાલક સામે બેદરકારી પૂર્વક અકસ્માત કર્યાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કરશનભાઇ સોમાભાઇ કોબીયા (ઉ.વ.૩૫, ધંધો-ખેતી, રહે.કોઠારીયા, તા.વાંકાનેર) એ ડમ્પર નં. GJ-12-AU-8441 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૮ ના રાત્રીના આશરે સવા નવેક વાગ્યે ફરીયાદી પોતાના હવાલાવાળા ટ્રેક્ટર.નં. GJ-03-SS-4748 તથા ટ્રોલી રજી.નં. GJ-03-Z-8510 માં નીરણ ખાલી કરી કોઠારીયા ગામ પરત જતા હોય ત્યારે રાતીદેવળી નદીના પુલથી આગળ રોડ પર પહોચતા ત્યા સામેથી આવતા આઇવા ડમ્પર નં.GJ-12-AU-8441 ના ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ટ્રેક્ટર-ટ્રોલી સાથે સામેથી ભટકાડી ફરીયાદી તેમજ ટ્રેકટરના પંખા પર બેઠેલ સાહેદ હકાભાઇ તથા કીશનને શરીરે મુંઢ ઇજાઓ કરી તેમજ ડમ્પરમાં બેઠેલ ઇસમને પણ ઇજા કરી ડમ્પર ચાલક ડમ્પર મુકી નાશી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.હેઙ.કોન્સ. પ્રદિપભાઇ બોરાણા ચલાવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો