શું વેક્સિન લેનાર લોકો પણ ફેલાવી શકે છે કોરોના ? વૈજ્ઞાનિકોએ કર્યો આ મોટો દાવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકો કોરોના વાયરસ ફેલાવી શકતા નથી તેવું વૈજ્ઞાનિકોનું તારણ છે.

અમેરિકી સંશોધકોનો દાવો” વેક્સિન લેનાર લોકોથી કોરોના ફેલાતો નથી, સંક્રમણ લાગે તો પણ બીમારીના લક્ષણા ઘણા ઓછા જોવા મળે છે

અમેરિકાના થયેલા એક સ્ટડીમાં જણાવાયું છે કે વેક્સિન લેનાર લોકો સંક્રમણની ચપેટમાં આવતા બચી જાય છે અને તેમના દ્વારા વાયરસ ફેલાવાની ક્ષમતા પણ ઘણી ઓછી થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે એક વાતની અમને પાકી ખાતરી છે કે જો વેક્સિન લીધા બાદ પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ જાય તો તેમાં બીમારીના લક્ષણો ઘણા ઓછા હશે. સ્ટડીમાં એવું પણ જણાવાયું છે કે વેક્સિનનો પહેલો ડોઝ લેનાર વ્યક્તિઓ વેક્સિન ન લેનાર લોકોની તુલનામાં વધારે એન્ટીબોડી ધરાવે છે તથા તેમનામાં રોગપ્રતિકાર શક્તિ વધારે હોય છે.

મોડર્નાની વેક્સિન મોં અને નાકના દ્રવ્યમાં કોરોનાની સામે લડનાર એન્ટીબોડી પેદા કરે છે

મોડર્નાની વેક્સિન મોં અને નાકના દ્રવ્યમાં કોરોનાની સામે લડનાર એન્ટીબોડી પેદા કરે છે. આ એન્ટીબોડી જીવાણુને શરીરમાં દાખલ થતા અટકાવે છે. તેનો અર્થ એવો થયો કે વેક્સિન લેનાર વ્યક્તિ શ્વાસ લેતી વખતે પડતા ટીંપા દ્વારા વાયરસ નહીં ફેલાવે.

વેક્સિનેશનથી કેટલો થશે ફાયદો?

ડો. વત્સે કહ્યું કે, “વેક્સિનેશનના કારણે આ વખતે વૃદ્ધોમાં સંક્રમણ દર અને મામલા ઓછા આવી રહ્યા છે, કારણ કે મોટાભાગના વૃદ્ધોને બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. એ વાત સાચી છે કે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. પરંતુ આ પણ પહેલી લહેરના મુકાબલે ખૂબ ઓછી છે. આ ઉપરાંત યુકેના જિલ્લા વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યાં જ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓ અને કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 60થી 70% ઓછી થઈ ગઈ છે.”

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને કહ્યું કે, “યુકે B.1.617.2 વેરિએન્ટથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે લગભગ 6 હજારથી વધુ મામલા સામે આવી ચુક્યા છે. જ્યા સુધી ત્રીજી લહેરની આશંકાની વાત  છે તો બ્રિટન આ વાતને લઈને વધુ ચિંતિત છે કારણ કે તેમનું વેક્સિનેશન નવા વેરિએન્ટને માત આપી શકે છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે તેમાથી લગભગ ત્રણ ચતુર્થાંશ લોકોને વેક્સિન નથી મળી અને અત્યાર સુધીનો ડેટા જણાવે છે કે જો તમે વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુક્યા છો તો આ વેરિએન્ટ તમને 80% સુધી રક્ષા આપે છે. “

ત્યાં જ ડો. વત્સનું કહેવું છે કે, “માની શકાય કે યુકેમાં લગભગ 75% નવા કેસ નવા સ્ટ્રેનના કારણે આવી રહ્યા છે. આ વખતે સંક્રમણ યુવા આબાદીમાં વઘુ ફેલાઈ રહ્યું છે. કારણ કે મોટાભાગે યુવાઓને વેક્સિન નથી લગાવી શકાયી. વેક્સિન નવા વેરિએન્ટના ટ્રાન્સમિશનને નથી રોકી રહી. પરંતુ તેના કારણે દાખલ થવા અને મોતની સંખ્યામાં ઘટાડો થવામાં મદદ કરી રહી છે. વેક્સિનેશન ત્રીજી લહેરને ઓછી ઘાતક બનાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો