દિવ્યક્રાંતિના સરધારના રિપોર્ટર વિપુલ એમ.પ્રજાપતિની નાની મદદથી પણ 5 લોકોની મહામૂલી જીંદગી બચી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) આ વાત 1 મહિના પહેલા ની છે જયારે લોકો ઓક્સિઝન અને બેડ પાછળ દોડી ને પોતાના સગા વહાલા ના જીવ ગુમાવતા હતા એ સમય માં વિપુલભાઈ એવો વિચાર આવ્યો કે આપણે કોરોના કાળમાં લોકોની મદદ કરવી છે  જેથી તેમને ઓક્સિઝનની મીની બોટલો ખરીદી કરીને લોકોને વિનામૂલ્યે આપીએ જેથી કોઈ ને જેટલી મદદ થઈ શકે એ રીતે પ્રયત્ન કરીએ  જયારે આ  વિચાર આવ્યો ત્યારે તેમને વિચાર્યું પણ નહિ હોય કે આ સામાન્ય મદદ કોઈ નો જીવ પણ બચાવી શકશે એટલે એમને ઓક્સિઝનની બોટલ ખરીદીને પ્રચાર કરી થોડી બોટલ રાજકોટ આપી થોડી સરધાર આજુ બાજુ ના ગામ ના લોકો ના હેલ્પ માટે રાખી  4 થી 5 દિવસમાં એક કોલ આવ્યો જે ભાઈ કરીયો એ ભાઈ  એક Ambulance માં એના નાના ભાઈ જે કોરોના પોસ્ટિવ અને ઓક્સિઝન ઉપર સ્વાસ લઈ રહ્યા હતા એ કેસ એટલો સિરિયસ હતો કે એમનું ઓક્સિઝન લેવલ 65 ની આસપાસ હતું એટલે એ ઓક્સિઝન વગર 5 મિનિટ પણ રહી શકે એમ હતા નહીં  એમને વિપુલભાઈ ભાઈ ને તેમના મો. 90335 90435 પર કોલ કરી ને કીધું કે અમે લોકો સરધાર થી થોડે દુર છીએ અને ઓક્સિઝન ની બોટલ ખાલી થવા આવી છે  તો અમારે 1 કે 3 કલાક ચાલે એટલું ઓક્સિઝનની નાની બોટલ ની જરૂર છે તો મળી જશે વિપુલભાઈ તરત કીધું કે હું સરધાર ઉભો છું તમે આવો એટલે તરત રોડ ઉપર આવી ને હું આપી જાવ  થોડી વાર માં એ લોકો આવ્યા બોટલ આપી ને ત્યાં થી 10 km ચાલીયા ત્યાં મોટી બોટલ પુરી થઈ ગઈ અને નાની બોટલ થી ઓક્સિઝન આપવા નું ચાલુ કરીયું એ જ નાની બોટલ એ દર્દી દવાખાના માં એડમિટ થયા ત્યાં સુધી ચાલી એટલે એ ભાઈ નો જીવ બચી ગયો ને એ ભાઈ નો કોલ આવીયો કે નાની બોટલ ના મળી હોત તો કદાચ દર્દીનો જીવ પણ જઈ શકે એવી હાલત હતી 

આ રીતે નાની એવી મદદ કરી કોઈકનો જીવ બચી શકે છે જે મદદ નાની હતી પણ સામે વાળા નો ભાઈ નો જીવ બચી ગયો એના પરિવાર માટે બોવ મહત્વ ની વાત છે આવી રીતે 5 લોકો ના જીવ બચાવ્યા છે. દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ તેમના રિપોર્ટર વિપુલભાઈ દ્વારા કરવામાં આવેલ આ સેવા બદલ તેમને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો