કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી મોટી ચેતવણી, આ કામ તો કરવું જ પડશે નહીંતર…

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2021

નવી ગાઈડલાઈન માનવાના ઈન્કાર બાદ સરકારે ટ્વિટરેને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે નવા ડિઝિટલ નિયમો માનવા પડશે નહીંતર સરકારની પાસે બીજા વિકલ્પો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્વદેશી Koo એપ પર એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ટ્વિટરે દુનિયાની સૌથી મોટી લોકશાહીને ચલાવવાની વાત કરી છે. ટ્વિટર એ નિયમોના પાલનનો ઈન્કાર કરી દીધો છે અને ભારતમાં કોઈ ગુનાહિત ગતિવિધઇઓ માટે એક સુરક્ષિત ઠેકાણું બનાવવાનું કામ કર્યું છે.

સરકારે ટ્વિટરને ભારતની લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીની પરંપરાની પણ યાદ અપાવી. સરકારે જણાવ્યું કે ભારતમાં સદીઓથી લોકશાહીય વ્યવસ્થા રહી છે અને અભિવ્યક્તિની આઝાદી છે. ભારતમાં અભિવ્યક્તિની આઝાદીના રક્ષણ માટે અમારે કોઈ ખાનગી નફા માટે સંચાલિત અને વિદેશી સંસ્થાની જરુર નથી. ત્યાં સુધી કે અભિવ્યક્તિની આઝાદી અટકાવવાનું કામ ખુદ ટ્વિટર અને તેની ગેર પારદર્શી નીતિઓએ કર્યું છે. આને કારણએ લોકોના એકાઉન્ટ સસ્પેંડ કરાઈ રહ્યાં છે અને કોઈ પણ જાતના કારણ વગર ટ્વિટસને ડિલિટ કરાઈ રહ્યાં છે.

કાયદો બનાવવાનું કામ સરકારનું, ટ્વિટર તો એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-આઈટી મંત્રાલય

સરકારે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે કાયદો બનાવવો અને નીતિઓ લાગુ પાડવાનું કામ સરકારનું છે અને ટ્વિટર ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેમાં સરકાર કોઈ પણ પ્રકારની દખલ ચલાવી લેતી નથી. મંત્રાલયે ઉદાહરણ આપતા જણાવ્યું કે ટ્વિટરે લદ્દાખના કેટલાક વિસ્તારોની જિઓ લોકેશન ચીનને આપી દીધું હતું. તે ઉપરાંત અમેરિકાના કેપિટલ હીલમાં થયેલી હિંસા અંગે પણ ટ્વિટ કરનાર લોકો પર પ્રતિબંધો લાગુ પડાયા હતા.

સોશિયલ મીડિયા માટે આવ્યાં નવા નિયમો

કેન્દ્રીય આઈટી મંત્રાલયને તમામ સોશિયલ મીડિયાને પત્ર લખીને જાણવા માંગ્યું છે કે તેમણે આઈટીના નવા નિયમોનું પાલન કરવા પગલાં ભર્યાં છે કે નહીં. કેન્દ્ર સરકારે તેમના જવાબની માંગણી કરી છે. ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય અપાયો હતો. નવા નિયમોમાં સોશિયલ મીડિયાએ ભારતમાં એક પાલન અધિકારીની નિયુક્તી કરવાની ફરજિયાત બનાવાયું છે. આઈટી મંત્રાલયે પત્રમાં નિયમ પાલનની સ્થિતિ સરકારને વાકેફ કરવાનો સોશિયલ મીડિયાને આદેશ આપ્યો છે. સરકારે આગ્રહપૂર્વક જણાવ્યું કે કૃપા કરીને તમારો જવાબ અમને આપો.

કેન્દ્ર સરકારે કહ્યું- પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો કોઈ ઈરાદો નથી

કેન્દ્ર સરકારે કડક ટિપ્પણી કરતા કરતા ટ્વીટ કર્યું કે, એક તરફ WhatsApp પોતાના યુઝર્સ માટે આવી પ્રાઈવસી પોલીસીને અનિવાર્ય કરવા મથી રહ્યું છે, જેના હેઠળ તેમની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરી શકે. તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થાને યથાવત રાખવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગવવા માટે લાવવામાં આવેલ ભારત સરકારની ઇન્ટરમીડિયરી ગાઈડલાઈન્સને લાગુ કરવાનો નનૈયો ભણી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, અમારા યુઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ઈરાદો નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો