સ્ટેટ બેંકે એટીએમ તથા બ્રાંચમાંથી રોકડ ઉપાડ અને ચેકબુક ચાર્જ વધાર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

1 જુલાઇથી અમલી : જો કે ઝીરો બેલેન્સ ખાતામાં હાલ કોઇ ચાર્જ નહી

દેશની સૌથી મોટી રાષ્ટ્રીય કૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તા.1 જુલાઇથી અમલમાં આવે તે રીતે તેના એટીએમાંથી રોકડ ઉપાડ, ચેકબુક તથા અન્ય ચાર્જીસમાં વધારો કરવા નિર્ણય લીધો છે. બેંક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હાલ જે એટીએમમાંથી ચાર વ્યવહારો ફ્રી છે તે બાદના દરેક વ્યવહારો પર તથા બેંકની શાખામાં રોકડ ઉપાડ પર રૂા.15 તથા જીએસટીનો ચાર્જ લાગશે. તે બેંકની વેબસાઇટ મુજબ બ્રાંચ અને એટીએમ બંનેમાં ગ્રાહક વધુમાં વધુ ચાર વખત રોકડ ઉપાડ એક માસમાં કરી શકે છે અને હવે સ્ટેટ બેંકના એટીએમ કે અન્ય બેંકના એટીએમ તથા બેંકની શાખામાંથી આ ચાર ઉપાડ સિવાયના દરેક ઉપાડ પર વધારાનો ચાર્જ લાગશે. સ્ટેટ બેંકે આ ઉપરાંત 10 પાનાની ચેકબુકમાં રૂા.40 તથા જીએસટી ચાર્જ વસુલવા નિર્ણય લીધો છે. 25 પાનાની ચેક બુક ઉપર રૂા.75 + જીએસટી અને ઇમરજન્સી ચેકબુકમાં 10 પાનામાં રૂા.50નો ચાર્જ વસુલશે. જો કે સિનિયર સીટીઝનને ચેકબુક ચાર્જમાંથી મુકિત આપવામાં આવી છે. આ ઉપરાંત બેંકે નોન ફાયનાન્શીયલ ટ્રાન્ઝેકશનમાં પણ ચાર્જ નિશ્ચિત કર્યા છે. જેમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે તેમાં બેંક હાલ કોઇ ચાર્જ લેશે નહી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો