રાજકોટ: ટ્રકે પ્રૌઢને હડફેટે લીધો, ઘટના સ્થળે પ્રૌઢનું મોત, ટ્રક ચાલક ફરાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

(હર્ષ રાચ્છ દ્વારા) રાજકોટ શહેરના જામનગર હાઇવે પાસે નાગેશ્વર પાસે પગપાળા ચાલીને જઈ રહેલા ગિરિરાજસિંહ જાડેજા નામના પ્રૌઢને ટ્રક ચાલકે રાત્રીના 7:34 વાગ્યે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે આજાણ્યા ટ્રક ચાલક અકસ્માત નિપજાવીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી છે વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો