રાજકોટ: સિવિલના ફીઝીયો થેરાપિસ્ટ ડોક્ટરોને કલેક્ટર દ્વારા ઓર્ડર મુજબ નક્કી કરેલ સેલેરી ન ચુકવતા રોષ સાથે આવેદન અપાયું

ઠરાવ મુજબ સેલરી બેઝડ મુજબ સેલેરી ચુકવવા કરાઈ માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

(હિતેન સોની દ્વારા) રાજકોટ સિવિલ હોસ્પિટલના ફીઝીયો થેરાપિસ્ટ વિભગના ડોક્ટરોએ આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી માંગ કરી છે કે તેઓને કલેકટરશ્રીના ઓર્ડર (ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક નં. નસગ-102020-એસ.એફ.એસ.23-ઈ) માં ઠરાવેલ સેલેરી બેઝડ મુજબ જ મુજબ નિયત કરેલ સેલેરી આપવાની થતી હોય તેમ છતાં સેલેરી વિભાગમાં ગાંધીનગરથી લો-બેસ્ડ સેલેરી આપવાની અંગે જાણ કર્યા વગર સેલેરી બેઝડ ચેન્જ કરી દેવામાં આવ્યો અને લો સેલેરી આપપાવા આવતી હોવાની ફરિયાદ કરી છે. સિવિલના સુપ્રિ. ને ફરિયાદ કરવા જતા તેઓ આ વિષે યોગ્ય જવાબ નથી આપતા. આથી કલેક્ટરશ્રીએ ફિઝિયો થેરાપિસ્ટ ડોક્ટરો માટે જે સેલેરી બેઝડ જાહેર કરેલ છે તે રકમ ન મળતા તેઓ સાથે અન્યાય થઇ રહ્યો હોવાનું અનુભવી રહ્યા છે. આથી કલેક્ટર કચેરીએ આજે તમામ ફિઝિયો થેરાપિસ્ટ ડોક્ટરો મળીને કલેક્ટરને આવેદન આપી તેઓને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક નં. નસગ-102020-એસ.એફ.એસ.23-ઈ માં ઠરાવેલ સેલેરી બેઝડ મુજબ જ સેલેરી આપવામાં આવે તે અંગે માંગ સાથે આવેદન આપ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો