વાવાઝોડાના પગલે મિનિ લોકડાઉન ત્રણ દિવસ લંબાવાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને પગલે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કન્ટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ, એનડીઆરએફ સહિત દરેક વિભાગના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યાં હતા. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને જણાવ્યું કે,વાવઝોડાની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અને તંત્ર હાલ કામમાં હોવાથી મિનિ લોકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે. બજારો બંધ રહેશે તેમજ 50 ટકા સ્ટાફથી ઓફિસો ચલાવવાની રહેશે. જોકે તેમણે જણાવ્યુ હતુ કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે ધીમે ધીમે સરકાર માર્ગ કાઢતી જશે. એમ કહેતા ત્રણ દિવસ બાદ રાહતો મળી શકે છે તેવો આડકતરો સંકેત આપ્યો હતો.’

કંટ્રોલરૂમમાં સેન્ટરમાં તેમની સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયતી રવિ અને અધિક મુખ્ય સચિવ પંકજકુમાર જોડાયા હતા. રૂપાણીએ જણાવ્યુ હતુ કે અમે પહેલેથી જ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલોમાં ઇન્જેક્શનો, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોચાડી છે. જોકે અત્યાર સુધી બધું જ સલામત છે કેન્દ્રના સાથ અને સહકારથી એરલિફ્ટ કરવા માટે વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો