ટ્વિટર પર ટ્વિટ કરવાના હવે તમારે નાણાં ચૂકવવા પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

ટ્વિટર પેઇડ સબસ્ક્રિપ્શન મોડેલ પર કામ કરી રહ્યું છે. એપ સંશોધક દ્વારા જણાવ્યા અનુસાર આ સર્વિસને ટ્વિટર બ્લુ નામ આપવામાં આવશે. જેના માટે મહિને 2.99 ડોલર એટલે કે અંદાજે 200 રૂપિયા તમારે લવાજમ પેટે ચૂકવવા પડશે. આ સેવામાં વપરાશકારને અન ડુ ટ્વિટસ ફિચર અને બુકમાર્ક કલેક્શન ફિચર મળશે.

વોંગના જણાવ્યા અનુસાર ટ્વિટર હવે સ્તરીય સેવાઓ આપશે. જેમાં પેઇડ વપરાશકારોને ઓછી મગજમારી ધરાવતો પ્રિમિયમ અનુભવ કરવા મળશે. ટ્વિટર હાલ બુકમાર્ક કલેકશન એટલે કે ફોલ્ડર્સ ઇન બુકમાર્ક ફિચર વિક્સાવી રહ્યું છે.

આ ફિચરની ઘણાં વપરાશકારોએ માગણી કરી છે. જો કે, આ મામલે ટ્વિટરે કોઇ સત્તાવાર ટ્વિટ કરી નથી. આ મહિનાના આરંભે ટ્વિટરે દર મહિને પાંચ ડોલરનું લવાજમ લેતી સ્ક્રોલ નામની સેવા હસ્તગત કરી હતી.જેમાં વપરાશકારોને તેઓ જે વેબસાઇટ પર જાય ત્યાંથી એડ દૂર કરવામાં આવતી હતી. જેથી વપરાશકાર એડના અવરોધ વિના તેનું કામ સરળતાથી કરી શકે.

વોટ્સએપ દ્વારા નવી પ્રાઇવસી પોલીસી લાગુ કરીને વપરાશકારની માહિતી એડ કંપનીઓને વેચી નાણાં રળવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. વપરાશકારોએ જાન્યુઆરીમાં જેનો મોટાપાયે વિરોધ કર્યો હતો તે પ્રાઇવસી પોલીસીને આ વખતે ચૂપચાપ સ્વીકારી લેવાનો અભિગમ અપનાવ્યો લાગે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો