“તૌકતે”વાવાઝોડાની આગાહીના પગલે હવાઇમાર્ગે એનડીઆરએફની ટીમ જામનગરમાં ઉતરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-05-2021

(હરીશ બુધ્ધભટ્ટી દ્વારા) હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે આજે એનડીઆરએફની 10 ટીમો હવાઇમાર્ગે જામનગર આવી પહોંચી હતી. જેમાંથી બે ટીમો જામનગર જિલ્લા માટે તૈનાત કરવામાં આવી છે. જયારે બાકીની આઠ ટીમ અન્ય જિલ્લાઓમાં ફરજ ઉપર પહોંચી જશે. જયાં વહીવટી તંત્ર દ્વારા આ એનેડીઆરએફની ટીમ માટે વાહન સહિતની સુવિધા તૈયાર રાખવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો