ગુજરાતની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ત્રણેક હજાર શિક્ષકની ભરતી કરાશે

ચાલુ મહિનાની 25મી સુધીમાં 2938ને જોઈનિંગ લેટર આપી દેવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

2938 શિક્ષકોને 25 મે સુધીમાં અપાશે જોઇનિંગ લેટર હાઈસ્કૂલના નવા શિક્ષકોની શાળા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ગ્રાન્ટેડ ઉ.માધ્યમિકના 2938 શિક્ષકોને જોઇનિંગ લેટર આપવામાં આવશે. જેમાં 2938 શિક્ષકોને 25 મે સુધીમાં જોઇનિંગ લેટર આપી દેવાશે. તો મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોની શાળા પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઈ છે. કોરોનાના કેસ વધતા જોઇનિંગ પ્રક્રિયા સ્થગિત થઇ હતી. ગ્રાન્ટેડ માધ્યમિકના 2200 શિક્ષકો માટે જૂનમાં પ્રક્રિયા કરવામાં આવશે. 2200 શિક્ષકોની જગ્યા માટે જૂનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાશે. તો 7 જૂન નવા શૈક્ષણિક વર્ષથી નિમાયેલા શિક્ષકો હાજર પણ થશે. કોરોના સંક્રમણને લઈ હાલમાં શાળાઓમાં વેકેશન પણ જાહેર કરી દેવાયું છે. રાજ્યની સરકારી, માધ્યમિક અને ઉ.માધ્યમિક સ્કૂલમાં 3 મેથી આગામી 6 જૂન સુધી 35 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. અને 6 જૂન બાદ નવા સત્રની શરૂઆત સાથે ઉ.માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષકોની જોઈનિંગ પણ કરી દેવાશે. આ સાથે 7 જૂના દિવસથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પણ થઈ જશે.

તો આ સાથે ધોરણ-10 બોર્ડની પરીક્ષાનો બે દિવસમાં નિર્ણય લેવાશે. સ્થગિત કરેલી પરીક્ષાઓ અંગે પણ નિર્ણય કરવામાં આવશે. પરીક્ષા યોજવી તો ક્યારે તે અંગે 2 દિવસમાં નિર્ણય લેશે.

અને શિક્ષણ બોર્ડના પ્રસ્તાવ પર ગહન ચર્ચા કરાશે. કોરોનામાં સતર્કતા સાથે પરીક્ષા લેવાય તેવો તમામનો મત છે. કોરોનાના કારણે વાલીમંડળ વિરોધ નોંધાવી રહ્યા છે.

2000થી વધુ નર્સની જગ્યા પણ તત્કાળ ભરાશે: ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે પરિસ્થિતિ હજુ પણ જોઇએ તેટલાં પ્રમાણમાં સુધરી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર નવા-નવા નિર્ણયો લઇ રહી છે. ત્યારે કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા ઈખ વિજય રૂપાણીએ કોર કમિટીમાં સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે. કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો