હવે વાહનના રજિ. સમયે માલિક ‘નૉમિનિ’ નીમી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

સડક પરિવહન મંત્રાલયે મોટર-વાહન નિયમમાં કર્યો મોટો ફેરફાર

સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે વાહન માલિક વાહનના રજિસ્ટ્રેશનને લઈને ઉત્તરાધિકારીની પસંદગી કરી શકે છે. એવામાં રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન પોર્ટલ પર જઈને તેને અપડેટ કરી શકાય છે.

સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે વાહન માલિક વાહનના રજિસ્ટ્રેશનના સમયે પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરી શકે છે. એવામાં વાહન માલિકના મોત બાદ વાહનના ઉત્તરાધિકારી બનવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રેશન બાદ પણ ઓનલાઈન પોર્ટલ પર જઈને તેને અપડેટ કરી શકાય છે. નવા વાહન નિયમના આધારે તમે હવે વાહન માલિક રજિસ્ટ્રેશન સમયે પોતાના ઉત્તરાધિકારીને નામાંકિત કરી શકો છો. તેનાથી રજિસ્ટ્રેશન બાદ પણ નામ અપડેટ કરાવી શકાય છે. આ નિયમ લાગૂ થવાથી મૂળ વાહન માલિકના મોત બાદ વાહન પોતાના નામે કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, સડક પરિવહન મંત્રાલયે નામાંકન માટે આ વિકલ્પ આપ્યો છે જેનાથી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. વાહન માલિક રજિસ્ટ્રેશનના માટે અરજી કરતી સમયે નામાંકિત વ્યક્તિનું નામ રાખી શકે છે અને ઓનલાઈન અરજીની મદદથી તેને પછી ઉમેરી શકાય છે. હાલમાં વાહન માલિકના મોત બાદ રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરવાની પ્રોસેસ મુશ્કેલ છે. નિયમ અનુસાર વાહન માલિકના મોત બાદ કાયદાકીય ઉત્તરાધિકારી હોવા માટે ઓળખ પત્ર આપવાનું રહે છે. આ પછી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈને એપ્લાય કરવાનું રહે છે. નામાંકિત વ્યક્તિને જરૂરી ડોક્યુમેન્ટ જેવા મૃત્યુ પ્રમાણપત્ર, રજિસ્ટ્રેશન પ્રમાણ પત્ર અને તેના પ્રમાણને 30 દિવસમાં રજિસ્ટર અધિકારી પાસે જમા કરાવવાનું રહે છે.

વાહન માલિકોને મળશે રાહત: આ નવા નિયમ લાગૂ થવાના કારણે ન ફક્ત વાહન માલિકોને રાહત મળશે પણ સાથે વાહન માલિકના મોત બાદ વાહનના ઉત્તરાધિકારી બનાવવામાં સરળતા રહેશે. મંત્રાલયે તેના સંદર્ભમાં એક સર્ક્યુલર જાહેર કર્યો છે. હાલમાં સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં ફેરફાર કર્યા છે જેથી વાહન ચાલકોને સરળતા રહે. આ સિવાય મંત્રાલયે સુરક્ષિત ડ્રાઈવિંગને લઈને પણ અનેક ફેરફાર કર્યા છે. તેનાથી રોડ એક્સીડન્ટને નિયંત્રિત કરી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો