LIC માં થઇ રહ્યા છે ધરખમ ફેરફાર, આવતી કાલથી લાગુ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-05-2021

જાહેર ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની, જીવન વીમા નિગમ એલઆઈસી (LIC) માં મોટો ફેરફાર થવાનો છે. આ ફેરફાર આવતીકાલથી લાગુ કરવામાં આવશે.

LICએ કહ્યું છે કે 10 મેથી તેની તમામ ઓફિસો અઠવાડિયામાં પાંચ દિવસ (5-દિવસ કાર્યરત) કામ કરશે. વીમા કંપનીમાં હવે શનિવારની રજાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ જાહેર નોટિસમાં કહ્યું છે કે 15 એપ્રિલ 2021 ના ​​જાહેરનામામાં ભારત સરકારે ભારતના જીવન વીમા નિગમને મંજૂરી આપી છે.

એલઆઈસીએ સત્તાવાર નોટિસ જારી કરીને આ સુચના આપી છે. નવા વર્ક કલ્ચર વિશે વાત કરીએ તો 10 મેથી સોમવારથી અઠવાડિયાના પાંચ દિવસ એલઆઈસી ઓફિસશુક્રવાર સુધી સવારે 10 થી સાંજના 5.30 સુધી ખુલશે.

ઓનલાઇન કામ થઈ શકે છે: LIC તેના ગ્રાહકોને ઓનલાઇન સુવિધા પણ પૂરી પાડે છે. તમે તેની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/ પર તમામ કાર્ય ઓનલાઇન કરી શકો છો.આ ઉપરાંત, કોરોના સંકટની વચ્ચે તેના ગ્રાહકોની અસુવિધાને ધ્યાનમાં રાખીને, LICએ દાવાની પતાવટ સંબંધિત કેટલીક શરતોમાં રાહત આપવાનીજાહેરાત કરી છે.

કર્મચારીઓના પગારમાં વધારો થશે: આ સિવાય ટૂંક સમયમાં એલઆઈસીના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે. નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS)એ વેતન સુધારણા બિલને મંજૂરી આપી છે. વેતન સુધારણા બિલનો લાભ એક લાખથી વધુ એલઆઈસીના કર્મચારીઓને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પગાર બિલમાં મંજૂરી વધારો 16 ટકા હોવાનું જણાવાયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો