ઓકસીજન બેડ ન મળ્યું તો પીપળાના વૃક્ષ હેઠળ સૂઇ ગયા : લેવલ વધી ગયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

ઉત્તરપ્રદેશમાં ઓકસીજન બેડ શોધવા માટે લોકો એકથી બીજી હોસ્પિટલ ફરતા રહે છે અને નશીબદારને જ આ પ્રકારની બેડ મળે છે ત્યારે ગોરખપુરના દદરા ગામમાં એક કોરોના સંક્રમીત વૃઘ્ધે સ્વરાજહિંદ પાસવાનને કોરોનાનું સંક્રમણ લાગતા નજીકની હોસ્પિટલે પહોંચ્યા હતા. પરંતુ અહીં તેમને બેડ મળી નહી અને બેડની રાહમાં તેઓએ એક પીપળાના વૃક્ષ નીચે પોતાનો ખાટલો નાંખીને સૂઇ ગયા વાસ્તવમાં તેમને આવી સલાહ એક નિવૃત કર્મચારીએ જ આપી હતી કે પીપળાના વૃક્ષ નીચે સૂવાથી ઓકસીજન વધુ સારૂ મળે છે અને આ ચમત્કાર પણ થયો હતો અને થોડા કલાકમાં જ આ વૃઘ્ધનું ઓકસીજન લેવલ વધી ગયુ હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો