કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાના નિયમો બદલવામાં આવ્યા, કેન્દ્રએ જારી કરી નવી ગાઈડ લાઈન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની રાષ્ટ્રીય ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. નવી નીતિ અનુસાર, કોરોનાથી સંક્રમિત દરેક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની રાષ્ટ્રીય ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. નવી નીતિ અનુસાર, કોરોનાથી સંક્રમિત દરેક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. કોવિડ -19ના શંકાસ્પદ દર્દીને કેસની ગંભીરતા મુજબ, વોર્ડ સીસીસી, ડીસીએચસી અને ડીએચસીમાં દાખલ કરવામાં આવશે. કોઈ પણ દર્દીને કોઈપણ કારણોસર સેવાઓ આપવા માટે ઇનકાર નહીં કરવામાં આવે. તેમાં ઓક્સિજન અથવા આવશ્યક દવાઓ જેવી દવાઓ શામેલ છે, ભલે દર્દી કોઈ પણ અલગ શહેરનો જ કેમ ના હોય.

નવી નીતિ મુજબ, કોઈ પણ દર્દી જ્યાં હોસ્પિટલ સ્થિત છે તે શહેરનું માન્ય ઓળખકાર્ડ ન હોય તો પણ પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવશે નહીં. જરૂરિયાતના આધારે હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો