DRDOની દવા 2-DGને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી,: કોરોના વિરુદ્ધ લડાઈમાં અસકારક સાબિત થઇ શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપ સામે લડવા માટે વધુ એક દવાને ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી છે. ડીઆરડીઓની એક પ્રયોગશાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસન એન્ડ એલાઇડ સાયન્સે ડોક્ટર રેડ્ડી લેબ્સ સાથે મળીને કોરોનાની એક ઓરલ દવા બનાવી છે. ડીજીસીઆઈએ 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ નામની આ દવાને ભારતમાં ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. દવાના ક્લિનિકલ પરિણામ માનવામાં આવે તો આ દવા હોસ્પિટલમાં ભરતી થનાર કોરોના દર્દીઓને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. આ સાથે દર્દીઓના ઓક્સિજનની જરૂરતને પણ ઓછી કરે છે.

પરિણામમાં એ વાત સામે આવી છે કે આ દવાને લેનાર દર્દીનો રિપોર્ટ આરટી-પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવ્યો છે. આવામાં મહામારીની બીજી લહેર સામે ઝઝુમી રહેલા ભારતના લોકો માટે આ દવા ફાયદાકારક સાબિત થઇ શકે છે.

એપ્રિલ 2020માં કોવિડ-19ની આ દવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જેના શરૂઆતી પરિણામ ઘણા સારા રહ્યા હતા. જે પછી મે 2020માં તેના ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયા હતા જે ઓક્ટોબર 2020માં પુરા થયા હતા. ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં લોકોને આ દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો. જેના ઘણા સારા પરિણામ જોવા મળ્યા હતા.

આ દવા પાઉડર તરીકે મળે છે. તેને પાણીમાં ઓગાળીને દર્દીને પીવડાવવાની હોય છે. આ દવા સીધી તે કોશિકાઓ સુધી પહોંચે છે જ્યાં સંક્રમણ હોય છે અને તે વાયરસને વધતો અટકાવે છે. લેબમાં ટેસ્ટિંગમાં ખબર પડે છે કે, આ દવા કોરોના વાયરસ સામે ધણી પ્રભાવી છે. DRDOએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ દવાનું ઉત્પાદન મોટી માત્રામાં સરળતાથી કરી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો