વાંકાનેર અને કુવાડવા હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ગ્રાન્ટ ફાળવવા ધારાસભ્ય પીરઝાદાની ભલામણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

(અજય કાંજીયા દ્વારા)

વર્ષ 2021-22ના ધારાસભ્ય ફંડમાંથી રકમ ફાળવવા જિલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવ્યોવાંકાનેર : કોરોના મહામારીમાં મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટના નાણાં હોસ્પિટલ માટે વાપરવા સૂચન કરતા વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 20- 20 લાખ વાંકાનેર અને કુવાડવા હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ફાળવવા ભલામણ કરી છે.

કોરોનાની પરિસ્થિતિમાં વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ જિલ્લા આયોજન અધિકારી મોરબીને લેખિત પત્ર પાઠવી વર્ષ 2021 – 22ની પોતાની ધારાસભ્યની ગ્રાન્ટની રકમમાંથી સરકારી હોસ્પિટલ વાંકાનેર અને રેફરલ હોસ્પિટલ કુવાડવા માટે રૂપિયા 20 – 20 લાખની રકમ વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ફાળવવા ભલામણ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો