મોરબી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એશો. દ્વારા 18 લાખના ખર્ચે એમ્બ્યુલન્સની સેવા પુરી પાડવામાં આવશે જિલ્લાની કોઈપણ હોસ્પિટલ લઇ શકશે મદદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

મોરબી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એશોસિએશન દ્વારા 18  લાખના ખર્ચે તૈયાર થયેલ તમામ સુવિધાથી સજ્જ એવી એમ્બ્યુલન્સને લોકોની સેવામાં ઉતારી છે. આ એમ્બ્યુલન્સ મોરબી જિલ્લાની તમામ જનતા માટે ઉપલબ્ધ રહેશે. કોવિડ 19 મહામારી  બાથ ભીડતા હવે દરેક ક્ષેત્રના લોકો પોતાનાથી બનતી સહાય કરી આ મહામારીથી મુક્ત થવા સંઘર્ષ ચાલી રહ્યો છે તેવામાં  એક એમ્બ્યુલન્સ પણ અનેકના જાન બચાવવા મદદરૂપ થઇ શકે છે. મોરબી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું છે. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર સૌ  કોઈ સેવાભાવી લોકોને મહામારી સમયે ખરા સમયે મદદરૂપ થવા બદલ અભિનંદન પાઠવે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો