પોઝીટીવ ન્યુઝ: મોરબીમાં બંને પાટીદાર કોરોના કેર સેન્ટરમાં સારવાર મેળવી ૮૬૦ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

મોરબી પાટીદાર સમાજ દ્વારા કોરોનની મહામારીમાં કોરોનગ્રસ્ત દર્દીઓ માટે ગત તા. ૮ એપ્રિલના રોજ જોધપર મુકામે આવેલા પટેલ બોર્ડિંગ ખાતે ૩૦૦ બેડની સુવિધા સાથે પાટીદાર કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી શહેરમાં કન્યા છાત્રાલય ખાતે ૩૦૦ બેડ સાથેનું બીજું સેન્ટર પણ શરુ કરાયું હતું. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને સીરામીક એસોસિએશન દ્વારા શરુ કરાયેલા આ બંને સેન્ટરમાં પહેલા હોમ આઇસોલેશન અને બાદમાં ઓક્સિજન બેડની સુવિધા પણ શરુ કરવામાં આવી છે.    જેમાં જોધપર ખાતે ૭૭૪ અને છાત્રાલય ખાતે અત્યાર સુધીમાં ૪૧૦ એમ કુલ મળીને ૧૧૮૪ દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી યોગ્ય તબીબી સારવાર અને સતત દેખરેખ અને કાળજી બાદ ૩૦ તારીખ સુધીમાં ૮૬૦ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. 

હાલમાં જોધપર ખાતે ૧૯૨ જેમાંથી ૩૩ દર્દીઓ ઓક્સિજન પર છે. જયારે કન્યા છાત્રાલય ખાતે ૧૩૨ જેમાંથી ૨૩ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. આ બંને સેન્ટરના ટ્રસ્ટીઓ, સંચાલકો તથા સ્વયંસેવકો સતત આ દર્દીઓની સેવામાં લાગેલા છે. અને ઝડપથી દર્દીઓ સાજા થઇ જાય તે માટે પ્રત્યનશીલ છે.આ મહામારી માંથી જલ્દી મુક્ત થઈએ એવી પ્રાર્થના.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો