મોરબી: સીરામીક એશો. દ્વારા રેકર્ડ સમયમાં નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટ આખરે સરકારે 14 ટનનો લીકવીડ ઓક્સિજનનો જથ્થો ફાળવતા કાર્યરત થયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

કોરોના મહામારીમાં હોસ્પિટલથી લઈ ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં રહેનારા મોરબીના દર્દીઓને ઓક્સિજન માટે મોરબી સીરામીક એશોસિએશન દ્વારા રેકર્ડ બ્રેક 4 દિવસમાં 9 ટનની કેપેસીટી ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ બનાવી લીધો જે લીકવીડ ઓક્સિજનના અભાવે પુરી ક્ષમતાથી કાર્યરત ન હતો પરંતુ સરકાર દ્વારા 14 ટન જેટલા લીકવીડ ઓક્સિજનની વ્યવસ્થા કરી દેવાતા આજથી આ પ્લાન્ટ કાર્યરત કરી દેવાયો છે. હવે મોરબીના કોઈપણ દર્દીને ઓક્સિજન માટે દર દર ભટકવું નહિ પડે દૈનિક 1000 સિલિન્ડર ભરી શકાય તેવા આ નવ ટન કેપેસિટીના આ પ્લાન્ટ મોરબી જિલ્લાની મહત્તમ જરૂરિયાત પૂર્ણ કરશે આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર એસર ગ્રેનાઈટો ખાતે સિરામિક એસોસીએશનના ચારેય પ્રમુખ, પૂર્વ પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગકારો અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં આ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો. મોરબીને દરરોજ 1000 ઓક્સિજન સિલિન્ડર રિફિલ થઈ શકે તેવા આ ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રથમ તબક્કે 14 ટન લિકવિડ ઓક્સિજન ફાળવવામાં આવતા આજે સિરામિક એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઈ ભાડજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવતા દર્દીઓને મોટી રાહત થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો