રવિવારે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થશે, બંગાળના પરિમાણ લઈને ભારે ઉતેજના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

દેશમાં પાંચ રાજ્યના રવિવારે 2 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાના છે. જેની લોકો અને રાજકીય પક્ષો  આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તેમાં પણ આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વિરુદ્ધની સત્તાની જંગ કોણ જીતશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

Assembly Election Result 2021:  દેશમાં પાંચ રાજ્યના રવિવારે 2 મે 2021 ના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાના છે. જેની લોકો અને રાજકીય પક્ષો  આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તેમાં પણ આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વિરુદ્ધની સત્તાની જંગ કોણ જીતશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

જેમાં West Bengal  અસમ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી સહિત પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા પછી  દરેક પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યાં  છે. જેની માટે  2 મે (રવિવાર) 2021 સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેમાં  અડધા કલાક પછી વલણો આવવાનું શરૂ થશે. સાંજ સુધીમાં તે નક્કી  થશે કે કોણ કયા રાજ્યમાં સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે, West Bengal ની 294, તમિલનાડુની 234, અસમની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં સૌથી વધુ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. આ વખતે ટીએમસી અને ભાજપ વચ્ચે મુકાબલો છે. કેટલાંક એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ફરી પરત આવવાનું દર્શાવ્યું હતું. જો કે, ભાજપનો દાવો છે કે તે 200 થી વધુ બેઠકો જીતી લેશે.

અસમ વિશે વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપનું સ્થાન મજબૂત હોવાનું કહેવાય છે. પુડ્ડુચેરીમાં યુપીએ અને કેરળમાં એલડીએફને ભારે ગણાવ્યું છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો એઆઈએડીએમકે સરકાર તમિલનાડુમાં ફરી શકે છે. જો કે વાસ્તવિક પરિણામો રવિવારની રાત સુધીમાં જાણી શકાશે.

એક્ઝિટ પોલના પરિણામોમાં બંગાળની પણ ખૂબ ચર્ચા થઇ

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 ના ​​આઠમા અને અંતિમ તબક્કાના મતદાન યોજાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, વિવિધ એક્ઝિટ પોલ્સનાં પરિણામો આવવાનું શરૂ થયું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે પરંતુ તમામની નજર પશ્ચિમ બંગાળ પર છે.એક્ઝિટ પોલના પરિણામોમાં બંગાળની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી આવેલા મોટાભાગના સર્વેમાં મમતા બેનર્જી પરત ફરતા જોવા મળે છે.

એગ્ઝિટ પોલનાં સર્વે શું કહે છે?

ટીવી 9 ભારતવર્ષ અને પોલસ્ટ્રેટના સર્વેમાં ટીએમસીની સરકાર બનતી જોવા મળી રહી છે. ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટ સર્વે અનુસાર ટીએમસીને 142-152 બેઠકો, ભાજપને 125-135 અને કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને 16 થી 26 બેઠકો મળી રહી છે. તે જ સમયે, ટાઈમ્સ નાઉ-સી મતદાતા સર્વેમાં ભાજપને 115 બેઠકો, ટીએમસી 158 અને કોંગ્રેસ-ડાબેરી જોડાણની 19 બેઠકો મળી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો