કોરોના લક્ષણ હોય તો પણ વ્યકિતને ‘પોઝીટીવ’ ગણો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-04-2021

કોરોનાની વધેલી લહેરના કારણે આજકાલ કોરોના ટેસ્ટ માટે કયાંક કિટની કમી પડી રહી છે તો કયાંક લેબોરેટરીએ ઘરમાંથી સેમ્પલ લેવાની મનાઈ કરી દીધી છે. જો સેમ્પલ લેવાય છે તો પણ રિપોર્ટ આવવામાં અનેક દિવસો લાગી જાય છે. આ પરિસ્થિતિમાં જેમને તાવ કે ઉધરસ છે તેઓ શું રિપોર્ટની રાહ જુએ? ના એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યુ હતું કે જો કોઈનો ટેસ્ટ થઈ રહ્યો છે કે રિપોર્ટ આવવામાં મોડુ થઈ રહ્યું છે અને તેને કોરોનાના લક્ષણ છે. તો આ મહામારીનાં સમયે એ લોકોએ આ લક્ષણોને કોરોના પોઝીટીવ માની લેવો જોઈએ અને તેના હિસાબે સારવાર શરૂ કરી દેવી જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલનો સમય છે કે કલીનિકલ સીસ્ટમ અર્થાત લક્ષણના હિસાબે કોઈને પણ કોવીડ પોઝીટીવ માનવો જોઈએ. હાલના સમયે જો કોઈને તાવ, ઉધરસ, શરદી છે તો તે કોરોનાના હાઈ ચાન્સ છે અને તે કોવિડ જ છે.

ડો.ગુલેરીયાએ જણાવ્યું હતું કે આરટીસીપીઆર રિપોર્ટ નેગેટિવ પણ આવી શકે છે. પણ જો સિમ્પટમ્સ છે તો એ માની લો કે કોરોના સંક્રમણ છે.એમ્સનાં ડાયરેકટર ડો.ગુલેરીયાએ જણાવ્યું હતું કે લોકો બિનજરૂરી ગભરાટ ન ફેલાવે કેટલાંક લોકો અગાઉથી દવા સ્ટોર કરવા લાગ્યા છે. જેના કારણે દવાની અછત ઉભી થઈ છે.કેટલાંક લોકો એમ વિચારીને અગાઉથી જ દવા ખાઈ રહ્યા છે કે તેનાથી સંક્રમણ નહિં થાય પણ આ ખોટુ છે. આથી સાઈડ ઈફેકટ વધુ થાય છે. ફાયદો નહિં. ગુલેરીયાએ જણાવ્યું હતું કે એ પણ ખોટી ધારણા છે કે જો અગાઉથી ઓકિસજન લેવાનું શરૂ કરી દેવાય તો બાદમાં ઓકિસજનની જરૂર ન પડે.તેમણે જણાવ્યું હતું કે જો ઓકિસજન સેરયુરેશન 94 કે એનાથી વધુ છેતો તેનો અર્થ એ છે કે લોહીમાં પુરતા પ્રમાણમાં ઓકિસજન છે તેને 94-95 થી વધારીને 98 સુધી કરવા માટે ઓકિસજનનો મિસ યુઝ ન થવા દેવો જોઈએ. આ ઓકિસજન તેમને કામ આવી શકે છે. જેમનું ઓકિસજન સેરયુરેશન 90 થી ઓછુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો