ફેફસાને મજબૂત બનાવવા હોય તો રોજ આ 5 વસ્તુઓનું કરો સેવન, બચી જશો ઈન્ફેક્શન અને લંગ્સના રોગોથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

કોરોના સંકટમાં તો ફેફસાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ફેફસાને હેલ્ધી રાખવા આ ફૂડ્સ ચોક્કસથી ખાઓ

કોરોનાથી બચવા માટે પણ ફેફસાને મજબૂત રાખવા જરૂરી છે જો તમારા ફેફસા યોગ્ય રીતે કામ નહીં કરે તો તમારે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યૂમોનિયા, ટીબી, કેન્સર જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કોરોનાથી બચવા માટે પણ ફેફસાને મજબૂત રાખવા જરૂરી છે કારણ કે આ વાયરસ સીધો ફેફસા પર એટેક કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો ચાલો જાણી લો એવા ફૂડ્સ વિશે જે તમારા ફેફસાને મજબૂત બનાવે છે.

હળદર: હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. જે સંક્રમણથી બચાવે છે. રોજ સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી લંગ્સ મજબૂત રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.

મધ: આયુર્વેદમાં મધનું ખૂબ જ મહત્વ છે, તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી તેનું સેવન કરવાથી ફેફસા હેલ્ધી રહે છે અને ફેફસામાં રહેલાં વિષાક્ત પદાર્થો દૂર થઈ જાય છે. સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પી શકાય છે.

તુલસી: તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ, મેગ્નેશિયમ, કેરોટિન અને વિટામિન-સી વધુ પ્રમાણમાં હોય છે જે ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ 4-5 પાન ચાવીને ખાઈ લો. આ સિવાય તમે ગિલોય અને તુલસીનો ઉકાળો બનાવીને પી શકો છો.

અંજીર: અંજીરમાં ઘણાં ચમત્કારી તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી લંગ્સ વધુ મજબૂત બને છે. સાથે જ તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

લસણ: લસણ એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એન્ટીવાયરલ ગુણની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન જેવા તત્વો હોય છે. જે ફેફસાને મજબૂત રાખવામાં મદદ કરે છે. એક વ્યક્તિ દરરોજ સવારે ખાલી પેટ પર લસણની 2-3 કળીનું સેવન કરી શકે છે. આ સિવાય જો તમને ખૂબ ગરમી લાગે છે, તો પછી લસણની એક કળી રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો