રાજકોટ; ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં 200 બેડની નવી કોવીડ હોસ્પિટલ બની રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં તાબડતોબ ર૦૦ બેડની હોસ્પીટલ શરૂ કરવા ડોમ નાખવામાં આવ્યો છે હોસ્પીટલોમાં દર્દીઓ માટે બેડની અછતને પહોંચી વળવા તંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં યુધ્ધનાં ધોરણે ડોમ બાંધી અને ર૦૦ બેડની હોસ્પીટલ ઉભી કરવામાં આવી રહી છે.કલેકટરે જણાવ્યું હતું કે સીવીલની પાછળની બાજુએ કમ્પાઉન્ડમાં પ્રથમ પ્રિ-ટ્રાયલ એરીયા બનાવી બેડો રાખી દર્દીઓને ઓકસીજન સહિતની સુવિધા અપાશે અને ત્યાં ફુલ થયે ચૌધરી હાઇસ્કુલમાં કાર્યવાહી થશે, આ માટે સીવીલ સર્જન ડો. રાધેશ્યામ ત્રિવેદી કાર્યવાહી કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો