વાંકાનેર: ગાયત્રી શક્તિપીઠ કોવિડ કેર ખાતે નિઃશુલ્ક રેપિડ ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

(અજય કાંજીયા દ્વારા) વનકાનેર મુકામે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે 50 બેડનાં કોવીડ કેર સેન્ટરમાં હવે નિઃશુલ્ક કોરોના રેપિડ ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આ રિપોર્ટ માટે દોડધામ કરી રહેલા દર્દીઓ માટે હવે આ સુવિધા પણ અહીં મળી રહેશે.

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ) દ્વારા મોરબી સીરામીક એશો.ને રેપિડ કીટ મુદ્દે રજૂઆત કરાતા તાકીદે 500 રેપિડ કીટ આ કોવિડ સેન્ટરને અર્પણ કરાઈ હતી. હાલ કોરોના મહામારી વચ્ચે લોકોને આ એક ટેસ્ટ કરાવવા રૂ. 700થી 800 ખર્ચ કરવો પડે છે. તેને સ્થાને હવે ગાયત્રી શક્તિપીઠ કેર સેન્ટર ખાતે આ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.

વાંકાનેરનાં આ કેર સેન્ટરમાં પ્રગ્નેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, મોરબી જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, ચેતન ગોસ્વામી, ઋષિભાઈ, ડૉ. એ. જે. મસાકપુત્રા, ડૉ. ધવલ રાઠોડ, ડૉ. મહેરીન પરાસરા, ડૉ. રવિરાજ મકવાણા, ગાયત્રી શક્તિપીઠ સંચાલક અશ્વિનભાઈ રાવલ, સ્વયંસેવકો રાહુલ જોબનપુત્રા, નરેન્દ્રભાઈ દવે, હર્ષભાઈ સહિતની ટીમ અદભુત સેવા આપી રહ્યા છે. રેપિડ ટેસ્ટ માટે મો. નંબર 97233 60666 પર સંપર્ક કરી ટોકન નંબર મેળવી લેવા ગાયત્રી કોવીડ કેર સેન્ટર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો