સિટી બેન્ક ભારતમાં ‘ધંધો’ બંધ કરી રહી છે

HONG KONG - MAY 3, 2015: Citibank sign installed outdoor. Citibank is a banking division of financial services multinational Citigroup, founded in in 1812 as the City Bank of New York.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

દુનિયાની દિગ્ગજ બેન્કિંગ કંપનીઓમાં સામેલ સીટીબેન્ક હવે ભારતમાં પોતાનો બિઝનેસ સમેટી લેવાના મૂડમાં છે. અમેરિકાની આ બેન્કે ગુરુવારે ભારતમાંથી કારોબાર સમેટી લેવાનું એલાન કર્યુ છે. જો કે આ નિર્ણય બેન્કે કેમ લીધો છે અને કર્મચારીઓ પર શું અસર થશે તે વિશે પણ વાત કરી છે.

સિટીબેન્કે ભારતની બહાર નીકળવાના નિર્ણય પર કહ્યું કે, આ તેની વૈશ્વિક રણનીતિનો હિસ્સો છે. સિટીબેન્કે ગ્લોબલ લેવલ પર આ નિર્ણય કર્યો છે કે તે 13 માર્કેટમાંથી પોતાના બિઝનેસને હટાવી લેશે. હવે તે કેટલાક સંપન્ન દેશો પર જ ફોકસ કરશે.

બેન્ક ક્ધઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ્સ, રિટેલ બેન્કિંગ, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટ સામેલ છે. સિટીબેન્કની દેશમાં 35 શાખાઓ છે અને તેના ક્ધઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં 4000 કર્મચારીઓ કામ કરે છે. સિટીબેન્કના ગ્લોબલ સીઇઓ જેન ફ્રેજરે કહ્યું કે આ ક્ષેત્રોમાં કોમ્પિટીશનનો માહોલ નથી જેના કારણે બેન્કે આ નિર્ણય લીધો છે. સિટીબેન્ક રીટેલ બિઝનેસમાંથી બહાર નીકળી રહી છે. સિટી ઇન્ડિયાના સીઇઓ આશુ ખુલ્લરે કહ્યું કે, અમારા ઓપરેશન્સમાં તત્કાલ કોઇ જ બદલાવ નહી આવે અને આ ઘોષણાનો અમારા સાથીઓ પર પણ કોઇ તત્કાલ અસર નહી થાય. સિટી બેન્કે 1902માં ભારતમાં પગ મુક્યો હતો ઇને 1985માં બેન્કે ક્ધઝ્યુમર બેન્કિંગનો બિઝનેશ શરૂ કર્યો હતો.

કોઈને ભાગીદાર થવું છે?: સિટીબેન્ક પોતાની નવી બિઝનેસ સ્ટ્રેટેજી સાથે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, બહરીન, ચીન, સાઉથ કોરિયા, મલેશીયા, ફિલિપીન્સ, પોલેન્ડ, રુસ, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેતનામમાં થી પણ પોતાનો રિટેલ બિઝનેસ ઉઠાવી લેશે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર સિટીબેન્ક ભારતમાં પોતાના રિટેલ અને ક્ધઝ્યુમર બિઝનેસને વેચવા માટે કોઇ પાર્ટનર શોધી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો