મોરબી: સિમ્પોલો ગ્રુપ દ્વારા ભરતનગર ખાતે વધુ 80 બેડની કોરોના સારવાર માટે સુવિધા ઉપલબ્ધ કરાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021

મોરબીની કોરોનાની સ્ફોટ પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીના આગમન પછી પણ સ્થિતિ વકરતી જતી હોઈ, તંત્ર લાચાર સાબિત થઇ રહ્યું છે ત્યારે હવે મોરબીના ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે. મોરબીના વિશ્વ પ્રખ્યાત સીમ્પ્લો ગ્રુપ દ્વારા તમામ સમાજના દર્દીઓને મદદરૂપ થવા આગળ આવી સામાજિક ઉત્તરદાયિત્વની ફરજ અદા કરવા સર્વ સમાજ માટે આવતીકાલે તા.15 એપ્રિલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.

આવતીકાલે તા. 15 એપ્રિલથી મોરબી-કંડલા હાઇવે ભરતનગર પાસે ભરતવન ફાર્મ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન સંચાલિત વિનામૂલ્યે સિમ્પોલો કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં સીરામીક ઉદ્યોગમાં કામ કરતા લોકો તેમજ ગામડાના જરૂરિયાતમંદો લાભ લઇ શકશે. આ કોવિડ સેન્ટરમાં 24 કલાક ડોકટર, સ્વીપર તથા નર્સ સહિતનો સ્ટાફ દર્દીઓની સેવા માટે ખડેપગે રહેશે. સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દર્દીઓ ચકાસણી માટે આવી શકે છે. કોવિડ સેન્ટરમાં આવનાર દર્દીઓએ આધાર કાર્ડ, દર્દી મુકવા આવનારનું આધારકાર્ડ, દર્દીનો પોઝિટિવ અથવા સીટી સ્કેન રિપોર્ટ, અગાઉ ડોકટરને બતાવેલ હોય તેના કાગળો, દવાઓ તેમજ જરૂરી કપડાં સાથે લઈ જવાનું રહેશે. જરૂરી દવાઓ અને પૌષ્ટિક આહારની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે અને આ કોવિડ સેન્ટરમાં કોઈપણ સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકશે. વધુ વિગત માટે હેલ્પલાઇન નબર-72289 22222 ઉપર સંપર્ક કરી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો