SBIમાં 179 પદો પર જ્યારે, SAILમાં 46 પદો પર ભરતીની જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

ભારતીય સ્ટેટ બેંકે 179 કાર્યકારી, ફીલ્ડ ઓફિસરના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ 20 એપ્રિલ સુધી આ પદો માટે અરજી કરી શકે છે. કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ સુધી એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

પદ સંખ્યા , CSP યાત્રા અધિકારી (FI & MM)-76

કાર્યકારી (રિકવરી) FI & MM-10

કાર્યકારી (વિપરણ) FI & MM-43

રૈક (R&DB અને FI & MM)માં ફીલ્ડ વિઝીટ અધિકારી-50

યોગ્યતા આ પદો માટે બેંકની સેવામાંથી સેવાનિવૃત્ત અધિકારી અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા: અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 60થી 63 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પોસ્ટ વાઈઝ વય મર્યાદાની જાણકારી અને છૂટ વિશે જાણવા માટે નોટિફિકેશન જુઓ.

સિલેક્શન પ્રોસેસ: આ પદો માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.

પગાર: સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહિને 30000- 35000 રૂપિયા સેલરી આપવામાં આવશે

એપ્લિકેશન ફી: અરજી કરનારા કેન્ડિડેટ્સે કોઈપણ પ્રકારની ફી આપવાની નથી.

આ રીતે કરો અરજી: ઈચ્છુક ઉમેદવાર નક્કી કરેલા ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

SAILમાં મેડિકલ ઓફિસરની નોકરી

આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)એ મેડિકલ ઓફિસર અને મેડિકલ સ્પેશ્યાલિસ્ટ પદો પર અરજી મગાવી છે. ઈચ્છુક ઉમેદવાર 7 મે, 2021 સુધીમાં અરજી કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ તારીખો: SBI દ્વારા મુદ્રિત ચલણના માધ્યમથી આવેદન શુલ્ક સ્વીકારવાની પ્રારંભિક તારીખ- 1 એપ્રિલ, 2021

SBI દ્વારા મુદ્રિત ચલણના માધ્યમથી અરજી શુલ્ક જમા કરાવવાની છેલ્લી તારીખ- 30 એપ્રિલ, 2021

સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ- 7 મે, 2021

ખાલી પડેલ પદોની સંખ્યા

મેડિકલ ઓફિસરઃ 26 પદ

મેડિકલ સ્પેશ્યાલિસ્ટઃ 20 પદ

નોકરી માટે પાત્રતા

મેડિકલ સ્પેશ્યાલિસ્ટ- એમસીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ સંસ્થામાંથી પ્રાસંગિક અનુશાસનમાં પીજી ડિગ્રી/ ડીએનબી, કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજ/ હોસ્પિટલ/ સંસ્થામાં ઓછામાં ઓછો 3 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદાઃ 41 વર્ષ

અરજી કઈ રીતે કરશો: ઈચ્છુક અને પાત્ર ઉમેદવાર SAIL નોકરી અધિસૂચના 2021 માટે નિર્ધારિત આવેદન પ્રારૂપના માધ્યમથી 7 મે, 2021 સુધીમાં અરજી કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો