ઇન્જેક્શનની અછત નથી તો તેના માટે લોકોની લાંબી લાઈનો કેમ? HC નો સરકારને સવાલ

સરકારની જે કોરોના પોલિસી (Corona policy) છે તેની અમુક પોલિસીથી હાઈકોર્ટ ખુશ નથી. તેથી પોલિસી બદલવાની જરૂર છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-04-2021

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ (Gujarat Corona Cases) અને કોરોના સામેની લડતમાં ઉભી થઈ રહેલી સમસ્યા મુદ્દે હાઈકોર્ટે (Gujarat High Court) સુઓમોટો (suo moto pil) જાહેર હીતની અરજી ગણી છે અને આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી (High Court Hearing) હાથ ધરવામાં આવી છે. જેમાં ચીફ જસ્ટિસે કોરોના કાળમાં મીડિયા દ્વારા કરવામાં આવેલી કામગીરીને વખાણી હતી સાથે જ ગુજરાત સરકારને અનેક મુદ્દે ખખડાવી છે.

હાઇકોર્ટે (Gujarat High Court) સરકારને કોરોના પોલિસી અંગે ટકોર કરતા કહ્યું હતું કે, સરકારની જે કોરોના પોલિસી (Corona policy) છે તેની અમુક પોલિસીથી હાઈકોર્ટ ખુશ નથી. તેથી પોલિસી બદલવાની જરૂર છે. એવી કામગીરી કે એવી પોલિસી તૈયાર કરો જેથી સામાન્ય લોકોને આ પોલિસી તમના માટે બનાવવામાં આવી છે તેવું લાગે અને તેમને ફાયદો થશે અને ખુબ જ સારી છે. સરકારની કામગીરી તમામ સુધી પહોંચે તેવી રીતની પોલિસી હોવી જોઇએ.

તો બીજી તરફ હાઈકોર્ટે (Gujarat High Court) કહ્યું કે, દરેક વસ્તુ ઉપલ્બધ છે તેવી સરકાર (Gujarat Government) દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. બેડ ઉપલ્બધ છે, ઇન્જેક્શન ઉપલ્બધ છે. ટેસ્ટિંગ થઈ રહ્યા છે. વેક્સીન અપાઈ રહી છે. કોઈ ઇન્જેક્શનની અછત નથી. તેવું સરકાર કહીં રહી છે તો આ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે આ બધુ જ ઉપલ્બધ માત્ર સરકાર પાસે છે. લોકો સુધી કેમ નથી પહોંચ્યું. તેનું સંશોધન કરવાની જરૂર છે. જો ઇન્જેક્શનની અછત નથી તો તેના માટે લોકોની લાંબી લાઈનો કેમ જોવા મળી રહી છે. આ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.

આ મામલે કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, કાયદો અને નિયમો માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. કર્ફ્યુ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેનું પાલન થઈ રહ્યું નથી. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે. કર્ફ્યુનું ચુસ્ત પાલન કરવામાં આવે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો