શાળાઓ બાદ હવે કૉલેજો બંધ કરવાનો આદેશ, 30મી એપ્રિલ સુધી ઑફલાઇન શિક્ષણ રહેશે બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

કોરોનાના (coronavirus) વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં (Collages of Gujarat) પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન) (Offline Education)આગામી 30મી એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.

અગાઉ રાજ્ય સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી રાજ્યના તમામ મહાનગરોમાં શાળા-કૉલેજોમાં ઑફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે 8 મહાનગરોની શાળા-કોલેજોમાં ફક્ત ઑનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.

જોકે, કોરના વાઇરસના કેસમાં કૂદકે અને ભૂસકે વધારો થવાની સાથે સાથે ધીરે ધીરે શાળા કૉલેજોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કોઈ પણ સ્થિતિમાં સંક્રમણની ચેઇન તોડાવ માટે જુદી જુદી વ્યૂહ રચનાઓ અપનાવવામાં આવી રહી છે તેવામાં એક પણ જાહેર સ્થળ કે જ્યાં ભીડ એકઠી થતી હોય તે સંક્રમણનું કેન્દ્રબિંદૂ બની શકે છે.

શાળાઓ શરૂ થયા બાદ અનેક બાળકો સંક્રમિત થતા બાળકોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો તેવામાં રાજ્યના મહાનગરો ઉપરાંતની કૉલેજો કેટલી ચલાવવી તેને લઈને અસમંજસની સ્થિતિ હતી. જોકે, આજે સરકાર દ્વારા માહિતી વિભાગના માધ્યમથી આ જાહેરાત કરવામાં આવી હતી કે હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી કૉલેજોમાં 30મી એપ્રિલ સુધી શિક્ષણ કાર્ય ઑફલાઇન જ ચલાવી નહીં શકાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો