મોરબી: મહેન્દ્રનગર ભાજપ કાર્યાલયે 314 ના રેપિડ ટેસ્ટ કરાયા જેમાં 71 પોઝિટિવ, જિલ્લા ભાજપ કાર્યાલયે બીજે દિવસે 1058 માંથી 174 પોઝિટિવ

એકજ દિવસમાં કુલ 245 પોઝિટિવ કેસ સામે આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

મોરબીમાં આજે મહેન્દ્ર નગર ખાતે ભાજપ દ્વારા વિનામૂલ્યે હાથ ધરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં કુલ 314 લોકોના ટેસ્ટ કરાતા 71 કોરોના પોઝિટિવ આવ્યા હતા. જયારે મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય, નવા બસ્ટેન્ડ સામે આજે બીજે દિવસે પણ ટેસ્ટિંગ કાર્ય ચાલુ રખાયું હતું આ કેમ્પમાં નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરવાની કામગીરી આજે કુલ 1058 માંથી 174 કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ મોરબી ભાજપ દ્વારા કરાયેલા ટેસ્ટિંગમાં કુલ 245 જેટલા પોઝિટિવ કેસ નોંઘ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો