રાજકોટઃ 1.11 લાખ ચૂકવ્યા છતા હોસ્પિટલે ફાટેલી કિટમાં લોહી નીતરતો મૃતદેહ મોકલ્યો

divyabhaskar.co.cin

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

રાજ્યમાં કોરોના વાયરસના કેસ વાવાઝોડાની ઝડપે વધી રહ્યા છે. બીજી તરફ મરણાંકમાં પણ કોઈ પૂર્ણવિરામ મૂકાયું નથી. આ માહોલ વચ્ચે જાણે માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત ખડૂતના પુત્ર પાસેથી રૂ. 1.11 લાખ લીધા બાદ પણ ખેડૂત સાજા થયા ન હતા. અંતે કાયમી ધોરણે આંખો મીચી દીધી. શહેરની જાણીતી ખાનગી હોસ્પિટલ ક્રાઈસ્ટ હોસ્પિટલની બેદરકારીને કારણે મૃતદેહને ફાટેલી PPE કીટમાં સ્મશાન મોકલી દેવાયો હતો.

 રાજકોટ શહેરના 80 ફૂટના રોડ પર આવેલા બાપુનગર સ્મશાનગૃહમાં સ્વજનોના મૃતદેહને આ રીતે મોકલાતા હોબાળો મચી ગયો છે. જ્યારે શબવાહિનીમાંથી મૃતદેહ બહાર લેતા સમયે લોહી નીતરતી લાશને જોઈને ખેડૂતના પરિવારનો દુઃખની લાગણી ફેલાઈ છે. જોકે, પોલીસે વચ્ચે પડતા અને તબીબોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો અને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામના આ ખેડૂતના દીકરા મુકેશભાઈએ કહ્યું કે, સારવાર હેતું હોસ્પિટલે અમારી પાસેથી રૂ.1.11 લાખની ફી તબક્કાવાર લીધી હતી.

સવારે 9.30 વાગ્યે જાણ કરવામાં આવી કે, પિતાનું મૃત્યું થયુ છે. બપોરે દેહ સોંપી દેશે. જ્યારે જોયું ત્યારે કાન અને નાકમાંથી સતત લોહી નીકળતું હતું. મોટો હોબાળો થતા પોલીસ બોલાવવામાં આવી હતી. સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવા માટેનો આગ્રહ કર્યો. પણ પોલીસ અને તબીબોની સમજાવટ બાદ અંતે અંતિમક્રિયા કરવામાં આવી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ. જે.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, મૃતકના નાકમાં એક ઑક્સિજનની નળી મૂકેલી હતી. લોહી પાતળું કરવા માટે દવા આપવામાં આવી હતી. નળી બહાર કાઢ્યા બાદ નાકમાંથી લોહી નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અમારી સમજાવટ બાદ પરિવારજનોએ આખરે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. બીજી તરફ મુકેશભાઈએ કહ્યું કે, હોસ્પિટલવાળા કહે છે કે, ઑક્સિજનની નળી કાઢી લીધી એટલે લોહી નીકળે છે. પણ લોહી કઈ રીતે નીકળી શકે એ વાત હજું ગળે ઊતરતી નથી. પિતાનો રીપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર માટે અમે એને રાજકોટ લઈ આવ્યા હતા. પૈસા આપવા છતાં પપ્પા તો ન બચ્યા પણ મૃતદેહને પણ આવી રીતે રવાના કરી દેવાયો. જે દુઃખદ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો