ડિજિટલ ટ્રાન્જેકશનમાં ભારતે અમેરિકા-ચીનને જેવા દેશોને પણ પાછળ રાખી દીધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-04-2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયા મિશન હવે સફળ થતુ નજર આવી રહ્યું છે. વર્ષ 2020 દરમિયાન દેશમાં સૌથી વધુ ડિજિટલ લેવડદેવડ થઇ છે અને આ મામલે ભારતે અમેરિકા અને ચીનને પણ પાછળ છોડી દીધા છે.

ગત વર્ષે ભારતમાં ઓછામા ઓછા 25.5 બિલિયન ડિજિટલ ટ્રાંજેક્શન થયા છે. તેના પછી ચીનનો બંબર આવે છે, જ્યાં 15.7 બિલિયન ટ્રાંજેક્શન થયા છે. આ પ્રમાણે દક્ષિણ કોરિયામાં 6 બિલિયન, થાઇલેન્ડમાં 5.2 બિલિયન, બ્રિટનમાં 2.8 બિલિયન ટ્રાંજેક્શન અમેરિકા ખુબ જ મુશ્કેલી સાથે ટૉપ-10માં પોતાનું સ્થાન બનાવી શક્યું છે. ત્યાં ગત વર્ષે 1.2 બિલિયન ટ્રાંજેક્શન થયા અને લિસ્ટમાં 9માં સ્થાને રહ્યું છે. ઇન્સન્ટ ચૂકવણીના મામલે ભારતની ભાગીદારી 15.6 ટકા રહી છે, જ્યારે અન્ય ઇલેક્ટ્રોનિક પેમેન્ટમાં 22.9 ટકા રહી છે. થયા છે.

ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા છતા ભારતમાં પેપર આધારિક ચૂકવણી ઓછી નથી થઇ અને તેના પર ફણ લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે. આ મામલે ભારતની ભાગીદારી 61 ટકાથી પણ વધારે છે. બ્રિટેનની એક કંપની ACI વર્લ્ડ વાઇડની રિપોર્ટમાં આ તથ્ય સામે આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો