એસ.ટી.બસ પોર્ટથી ઉપડતી જામનગર-મોરબીની 150 ટ્રીપો હવે માધાપર બસ સ્ટેન્ડ લઈ ઉપડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

જામનગર રોડ વિસ્તારમાં હજારો મુસાફરોને હવે સોમવારથી બહારગામ જવા માટે રાજકોટનાં ઢેબરરોડ ઉપર આવેલ એસ.ટી. બસ પોર્ટ સુધી લાંબુ થવુ પડશે નહિં. કારણ કે એસ.ટી.બસ પોર્ટ ઉપરથી જામનગર અને મોરબી તરફની બસો હવે માધાપર ચોકડી પાસેના એસ.ટી.બસ સ્ટેન્ડે થઈ આગળ વધશે. અર અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ એસ.ટી બસ પોર્ટ ખાતેથી જામનગર અને મોરબી તરફ જતી 150 ટ્રીપો હવે માધાપર ચોકડી થઈ આગળ વધશે. આ અંગે રાજકોટ એસ.ટી. વિભાગનાં વિભાગીય નિયામક યોગેશ પટેલનાં જણાવ્યા મુજબ આગામી સોમવાર તા.5-4-2021 ના રોજ સવારે 6 થી રાત્રીના 8-30 દરમ્યાન જામનગર રોડ તરફ જતી તમામ લોકલ, એકસપ્રેસ, સ્લીપર બસો નવ નિર્મિત માધાપર બસ સ્ટેન્ડ થઈને જશે. જેમાં પડધરી,ધ્રોલ, જામનગર, ખંભાલીયા, દ્વારકા તાલુકાના તમામ રૂટની બસ પણ માધાપર બસ સ્ટેન્ડ થઈને જશે. આથી જામનગર તરફના અપડાઉન કરતા મુસાફરોને ઢેબરરોડ બસ પોર્ટ સુધી આવવુ નહિં પડે. આજ રીતે બુધવારે તા.7-4-2021 થી મોરબી રોડ તરફની તમામ બસ સર્વીસ પણ માધાપર બસ સ્ટેન્ડ ખાતેથી ઉપલબ્ધ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો