તમારું વાહન 15 વર્ષ જૂનું હશે તો લાગશે ‘ગ્રીન ટેક્સ’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-03-2021

રોડ ટેક્સના 10થી 25% અને ખૂબ જ પ્રદૂષિત શહેરોમાં 50% જેટલો નવો ટેક્સ ઝીંકવા તૈયારી કર્ણાટકમાં સૌથી વધુ 70 લાખ જૂના વાહનો ગુજરાતમાં 12 લાખથી વધુ

જૂના વાહનના માલિકો પાસે કેન્દ્ર સરકાર એક નવો ટેક્સ વસૂલવાની તૈયારીમાં છે. દેશના રસ્તાઓ પર 1પ વર્ષ જૂના 4 કરોડ વાહનો દોડી રહ્યા છે. આ વાહનો પર સરકાર રોડ ટેક્સના 10થી રપ ટકા અને ખૂબ જ પ્રદૂષિત શહેરોમાં પ0 ટકા જેટલો ગ્રીન ટેક્સ ઝીંકવા વિચારે છે.

1પ વર્ષ જૂના 70 લાખ વાહનો સાથે કર્ણાટક યાદીમાં ટોચ પર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે દેશભરમાં આવા વાહનોની વિગતોનું ડિજિટલાઈઝેશન કર્યુ છે. જો કે તેમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વીપ સામેલ નથી. આ રાજ્યના આંકડા ઉપલબ્ધ થયા નથી. 1પ વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેકસનો પ્રસ્તાવ કેન્દ્રએ પહેલેથી જ રાજ્યોને મોકલી દીધો છે.

અહેવાલ અનુસાર દેશમાં 1પ વર્ષ જૂના 4 કરોડ વાહનો છે જેમાં ર કરોડ વાહનો તો ર0 વર્ષ જૂના છે. મંત્રાલય અનુસાર વાહનોનો ડિજિટલ રેકોર્ડ કેન્દ્રીયકૃત વાહન ડેટાબેઝ આધારીત છે. પ્રદૂષણ ફેલાવતાં વાહનો મામલે ઉત્તરપ્રદેશ બીજા ક્રમે છે. ત્યાં આવા પ6.પ4 લાખ વાહનો છે. ર4.પપ લાખ વાહનો ર0 વર્ષ જૂના છે. જૂના વાહનો મામલે રાજધાની દિલ્હી ત્રીજા સ્થાને છે.’ દિલ્હીમાં 3પ.11 લાખ વાહનો ર0 વર્ષ જૂના છે. કેરળમાં આવા 34.64 લાખ, તમિલનાડુમાં 33.43 લાખ, બંગાળમાં રર.69 લાખ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિસા, રાજસ્થાન અને હરિયાણામાં આવા વાહનોની સંખ્યા 17.પ8 લાખથી 1ર.ર9 લાખ વચ્ચે છે. અન્ય રાજ્યોમાં 1 લાખથી પ.44 લાખ સુધી જૂના વાહનો છે.

પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવા સરકાર આવા વાહનો પર ટૂંક સમયમાં ગ્રીન ટેક્સ લાદશે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ જાન્યુઆરીમાં પ્રદૂષણ ફેલાવતાં વાહનો પર ગ્રીન ટેકસ વસૂલવાનો પ્રસ્તાવ મૂકયો હતો. જૂના વાહનોના ફિટનેસ સર્ટી.રિન્યૂઅલ વખતે ગ્રીન ટેકસ વસૂલવામાં આવશે. 8 વર્ષથી ર0 વર્ષ જૂના વાહનો પર અલગ અલગ દરે નવો ટેકસ વસૂલાશે.’ જાહેર પરિવહનમાં કાર્યરત વર્ષો જૂની બસો પર ગ્રીન ટેક્સ પ્રમાણમાં ઓછો રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો