દિલ્હીમાં ગરમીનો પારો 40 ને પાર કરી ગયો, 76 વર્ષ પછી માર્ચ મહિનામાં આટલી ગરમી નોંધાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-03-2021

સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં પણ 3 ડીગ્રી વધારે છે. મંગળવારે પાટનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ છે. આ પહેલા રવિવાર એ મોસમનો સૌથી ગરમ દિવસ હતો. મહત્તમ તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે નોંધાયું હતું.

પાટનગર દિલ્હીમાં ઉનાળોનો પારો વધી રહ્યો છે.દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું. માર્ચ મહિનામાં ઉનાળોનો 76 વર્ષ જુનો રેકોર્ડ તૂટી ગયો. આ પહેલા 31 માર્ચ 1945 માં પારો 40 ને પાર પહોંચ્યો હતો, જે આજે તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે દિલ્હીના 76 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો