ટુંક સમયમાં ‘ધી કપિલ શર્મા શો’ની નવી સીઝન: નવા ચહેરાઓ થશે સામેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2021

મુંબઈ: સ્ટેન્ડ અપ કોમેડી કિંગ કપિલ શર્માના કરોડો ચાહકો છે. ‘ધી કપિલ શર્મા શો’માં કપિલની ટીમ કોમીક પર્ફોમન્સ તો આપે જ છે. દરમ્યાન કપિલ કોઈને કોઈ જાણીતી સેલીબ્રિટીઓનાં ઈન્ટરવ્યુ પણ લે તો હોય છે. શોનુ આ અનોખુ ફોર્મેટ ઘણા વર્ષોથી લોકપ્રિય છે.હવે કેટલાંક સમય આ શોના ઈન્ટરવલ બાદ આ શોની નવી સીઝન ટુંક સમયમાં શરૂ થવાની છે. જાણવા મળતી વિગત મુજબ ‘કપિલ શર્મા શો’ની નવી સીઝનમાં અનેક ચીજો અગાઉ જેવી જ હશે પરંતુ એક અહેવાલ મુજબ કપિલ પોતાની ક્રિએટીવ ટીમમાં કેટલાંક નવા લોકોને સામેલ કરશે. શોમાં હાલ અભિષેક, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, ભારતીસિંહ, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, અર્ચના પુરણસિંહ પહેલેથી જ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત કપિલ કેટલાંક રાઈટર્સ પણ લઈ શકે છે. શોની નવી સીઝનને પણ સલમાનખાન જ પ્રોડયુસ કરશે.ઉલ્લેખનીય છે કે સલમાને કપિલનો હાથ ત્યારે પકડયો હતો જયારે તેનો ખરાબ સમય હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો