નીતિન પટેલની જીભ લપસી ને થયો દેકારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-03-2021

છેવટે નીતિન પટેલને પોતાની ભૂલ સમજાતાં એમણે માફી માગવાના ભાવ સાથે ગૃહમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ વિશે હું જે કંઈ બોલ્યો છું તે નિર્દોષતાથી બોલ્યો છું, એમાં કોઈની લાગણી ઘવાઈ હોય તો એ બદલ હું દુ:ખ વ્યક્ત કરું છું. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અનંત પટેલ, ડો. અનિલ જોષીઆરા, સુખરામ રાઠવા, ગ્યાસુદ્દીન શેખ, પૂંજાવંશ સહિત અનેક ધારાસભ્યોએ ક્રિકેટ મેચોને કારણે બીજા રાઉન્ડમાં કોરોના વકર્યો હોવાનું જણાવ્યું હતું, જેના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, એકલા અમદાવાદમાં જ નહીં સુરત, રાજકોટ સહિત ઘણા જિલ્લામાં કોરોના કેસ બીજા રાઉન્ડમાં છે, એટલે ક્રિકેટ મેચોની ટીકા કરવી યોગ્ય નથી અને અનંતભાઈ પટેલ તમે તમારા વાંસદા વિસ્તારમાં કોરોનાના કેસો માટે ક્રિકેટ મેચોને જવાબદાર ગણાવો છો તો કોઈ આદિવાસી મેચ જોવા ગયો હોય એની ટિકિટ બતાવ. ગુજરાતમાં પહેલાં નમસ્તે ટ્રમ્પની ઇવેન્ટથી અને અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોના આયોજનોથી કોરોના વકર્યો હોવાના સોમવારે વિધાનસભામાં આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગોની બજેટની માગણીઓ ઉપરની ચર્ચા વખતે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો સહિત અનેક ધારાસભ્યોએ સરકાર ઉપર ગંભીર આરોપો મૂક્યાં હતા, જેનો પ્રત્યુત્તર આપતી વેળાએ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જીભ લપસી હતી અને એમણે નકોઈ આદિવાસી ક્રિકેટ મેચ જોવા ગયું હોય તો મને ટિકિટ બતાવો. એવું કહેતાં ગૃહમાં ભારે હંગામો સર્જાયો હતો, આ ઉલ્લેખને આદિવાસી સમાજનું અપમાન ગણાવી કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યોએ રોષભેર વોકઆઉટ કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો