કોરોનાની રસી લીધા પછી બે મહિના સુધી રક્તદાન કરી શકાય નહીં

નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સીલનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2021

કોરોનાની રસીનો બીજો ડોઝ લીધા પછી બે મહિના સુધી વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ નહીં તેમ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિરે જણાવ્યું હતું. એટલે કે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા પછી ૫૬ દિવસ સુધી વ્યક્તિ રક્તદાન કરી શકે નહીં. દેશમાં રક્તદાન માટેની ગવર્નિંગ બોડી એનબીટીસીએ ૧૭મી ફેબુ્રઆરીએ આ સંદર્ભમાં બેઠક યોજી મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં કોરોનાની રસી લીધા પછી રક્તદાન નહીં કરવાની સમય મર્યાદા રસીનો અંતિમ ડોઝ લીધાના ૨૮ દિવસ પછી સુધી નક્કી કરાઈ હતી. એનબીટીસીએ તેના આદેશમાં જણાવ્યું છે કે, કોરોનાની રસીનો બીજો ડોઝ લીધા પછી રક્તદાન કરનારી વ્યક્તિએ ૨૮ દિવસ સુધી રાહ જોવી પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રસીના બે ડોઝ ૨૮ દિવસના અંતરે લેવા જરૂરી છે. રસીનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ પછી એન્ટીબોડીસનું રક્ષણાત્મક સ્તર બને છે. નેશનલ ડ્રગ રેગ્યુલેટરે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની સીરમ ઈન્સ્ટિટયુટ દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીઓને ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપી છે.  દેશમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું, જેમાં અગ્રતાના ધોરણે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાઈ રહી છે. ત્યાર બાદ બીજી ફેબુ્રઆરીએ ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રસીકરણ અભિયાન શરૂ થયું. કોરોના રસીનો આગામી તબક્કો ૧લી માર્ચે શરૂ થયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો