આરોગ્ય કર્મચારીઓની રજા રદ તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

તમામ હોસ્પિટલો પાસેથી કર્મચારીઓની યાદી મંગાવતા આરોગ્ય સચિવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-03-2021

દેશમાં કોરોના સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું છે અને ફરીથી જુદાં-જુદાં પ્રતિબંધો અમલી કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે બિહારમાં વધી રહેલા સંક્રમણને જોતા ત્યાંના આરોગ્ય વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક યોજી આદેશ જાહેર કર્યો છે કે 5મી એપ્રીલ સુધી ડોક્ટર, કરાર આધારિત ડોક્ટર, મેડિકલ ઓફિસર, અધિક્ષક, પ્રાચાર્ય, વિદેશક પ્રમુખ, જૂનિયર રેસિડેન્ટ, સિનિયર રેસિડેન્ટ, પેરા મેડિકલ કર્મચારી, એએનએમ કર્મીઓ તમામની રજા રદ્દ કરી નાંખવામાં આવી છે.

મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે તમામ સિવિલ સર્જન અને ડીએમને એ નિર્દેશ આપ્યો છે કે જે પણ કર્મચારી હાલ રજા પર છે તેમની રજા તાત્કાલિક રદ્દ કરી તેમને ફરજ પર પરત બોલાવી લેવામાં આવે.

એમ્સને એલર્ટ કરી દેવામાં આવી છે અને આઈસોલેશન બેડ વધારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના વધતા દર્દીઓની સંખ્યા દરરોજ બેગણી રફ્તારથી વધી રહી છે અને હવે નવા લોકો કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. જ્યારે આરોગ્ય સમિતિએ તમામ હોસ્પિટલો પાસેથી કર્મચારીઓની યાદી મંગાવી છે અને તેના આધાર પર PPE કીટ, માસ્ક, ગ્લવ્ઝ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો