વેકસીનથી ઈમ્યુનીટી છ માસ સુધી ટકશે: 65 વર્ષથી વધુની વયના લોકોને ફરી થઇ શકે છે કોરોના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2021

ભારત સહિત વિશ્વના દેશોમાં કોરોનાના વધતા સંક્રમણની સાથે વેકસીન પણ આવી જતા રાહતની સ્થિતિ બને છે તે વચ્ચે જેઓએ વેકસીન લીધી છે તેઓમાં અમુક કિસ્સામાં રી-ઈન્ફેકશફન એટલે કે વેકસીન લીધી હોવા છતાં પણ તેઓ સંક્રમીત થયા હોવાના કેસ નોંધાતા વેકસીનની અસરકારકતા સામે પ્રશ્નો સર્જાયા છે પણ આ અંગે હાલમાં જ થયેલા એક નવા અભ્યાસ મુજબ વેકસીન લીધી હોવા છતાં પણ ફરી સંક્રમીત થવાના કેસ ભાગ્યે જ બને છે અને આ પણ 65 વર્ષ કે તેથી વધુના વયના લોકો માટે આ પ્રકારની શકયતા વધુ રહે છે.

કોરોના વેકસીન લીધા બાદ દરેક વ્યક્તિ સરેરાશ છ માસ સુધી તો સુરક્ષિત રહે જ છે તેવું આ અભ્યાસનું તારણ છે. પણ વયસ્ક લોકો પુન: સંક્રમીત થાય તેવી શકયતા રહે છે. વિશ્વમાં કોરોના સંક્રમણને રોકવા સાથે સમયાંતરે ટેસ્ટ જરૂરી છે.ડેનમાર્કમાં સૌથી વધુ રીઈન્ફેકશન નોંધાયુ છે પણ ત્યાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે જેઓ 65 વર્ષથી ઓછી વયના હતા તેવા 80% રીઈન્ફેકશન સામે સુરક્ષિત હતા જયારે 65 વર્ષથી ઉપરની વયના લોકોમાં 47% જ રી-ઈન્ફેકશન સામે સુરક્ષિત જણાયા હતા.મતલબ કે 65 વર્ષ બાદ એન્ટીબોડી પ્રમાણ ઓછું કરે છે. જો કે આ સ્થિતિ પણ છ માસ પછી બને છે. કોરોના વેકસીનની ઈમ્યુનીટી 6 માસ સુધી રહે છે પછી 65 વર્ષ કે તેથી વધુની વયના લોકો જેનું એન્ટીબોડી પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે. તેનાથી રીઈન્ફેકશનનું જોખમ વધુ રહે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો