ફ્રોડ કોલથી નાણાંકીય નુકસાન થાય તો તેના માટે બેંક ખાતાધારક જ જવાબદાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-03-2021

ક્રેડીટ કાર્ડથી લઇ વિમા પોલીસી અને બેંકના કેવાયસીથી લઇ ફ્રી ગીફટ સહિતના પર્સી કોલ કે જેનો હેતુ ફ્રોડ માટે હોય છે એટલે કે ઓનલાઇન બેન્કીંગ છેતરપીંડી માટે થતો હોય છે તેમાં સરકારથી લઇ રીઝર્વ બેંક અને તમારી બેંકો દ્વારા પણ અનેક વખત સાવધ રહેવા માટે સૂચના અપાતી હોવા છતાં પણ તમે જો આવા કોઇ કોલમાં ફસાઇ જાય તો તમારા બેંક ખાતાની માહિતી કે ઓટીપી જેવો સંવેદનશીલ મેસેજ કોલ કરનારને આપી દો અને પછી તમારા બેંક ખાતામાં જો નાણા સેરવી લેવામાં આવે તો તેના માટે બેંક કે અન્ય કોઇ એજન્સી નહીં પણ ખુદ ગ્રાહક જ જવાબદાર રહેશે તેવો સ્પષ્ટ ચુકાદો અમદાવાદની ગ્રાહક અદાલતે આપી દીધો છે. અને તે બેંકના અને વિમા કંપની સહિતના જે નાણાકીય વ્યવહારો થતા હોય છે

તે તમામ સંસ્થાઓના ગ્રાહકો માટે એક ચેતવણી પણ છે. અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના ગ્રાહક આ પ્રકારનો ફ્રોડનો ભોગ બન્યા હતા અને ભોગ બનનાર અમરેલીના મોટા આંકડીયા ગામના કુવરજી જાવીયા નામના એક લીગલ પ્રેકટીશ્નર છે જેમને 2018ની તા.ર એપ્રિલના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરના નામે ફોન આવ્યો અને તેમના એટીએમ કાર્ડની માહિતી માંગી હતી. તેના ર4 કલાકમાં જ જાવીયાના ખાતામાં તેમના પેન્શનની રકમ રૂા. 393પ8 જમા થઇ અને થોડી મીનીટોમાં તેના ખાતામાંથી રૂા.41500 પણ ઉપડી ગયા હતા. જાવીયાએ આ અંગે બેંક સામે કેસ દાખલ કર્યો અને એવો દાવો કર્યો કે તેના નાણા ઉપડી ગયા બાદ અનેક વખત તેઓએ બેંકને ફોન કર્યો હતો પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો.

જો તાત્કાલીક કાર્યવાહી થઇ હોત તો કદાચ તેના નાણા બચી ગયા હોત તેમના ફ્રોડ બદલ બેન્ક પાસેથી વળતર માંગ્યુ, વાસ્તવમાં તેની પાસેથી એટીએમની માહિતી માંગનાર વ્યકિતએ ઓનલાઇન શોપીંગમાં આ માહિતીનો ઉપયોગ કર્યો હતો. વિવાદ ગ્રાહક અદાલતમાં જતા જ અમરેલીની ગ્રાહક અદાલતે જાવીયાનો દાવો નકારી કાઢયો અદાલતે કહ્યું કે ફ્રોડ કે આ પ્રકારની છેતરપીંડી કરનારાના કોલમાં આવવું જોઇએ નહીં તેવી બેન્કો અને સરકારની તમામ એજન્સીઓ અવારનવાર સૂચના આપે છે તેમ છતાં જો ગ્રાહક ખુદ તેમાં ફસાઇ જતો હોય તો તેના માટે બેંક જવાબદાર નથી ગ્રાહકે તેના બેન્ક ખાતાની માહિતી કે એટીએમ કે અન્ય કોઇપણ માહિતી કોઇ સાથે શેર કરવી જોઇએ નહીં તે સ્પષ્ટ બાબત અનેક વખત કહેવાય છે એટલું જ નહીં ગ્રાહકોને વ્યવહાર સમયે જે ઓટીપી મળે છે તે પણ અન્ય કોઇ સાથે શેર કરવાનો હોતો નથી તે ઓટીપી સાથે જ સૂચના મળે છે તેમ છતાં જો ગ્રાહક બેકાળજી રાખે અને નાણાકીય છેતરપીંડીનો ભોગ બને તો તેના માટે ખુદ જ જવાબદાર રહેશે. અરજદાર જાવીયા એક શિક્ષક હતા અને બાદમાં પોતે ધારાશાસ્ત્રી તરીકે પ્રેકટીસ કરતા હતા અદાલતે કહ્યું કે બેંકે તેની સેવામાં કોઇપણ પ્રકારની બેકાળજી રાખી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો