ધૈર્યરાજ બાળકની મદદ માટે રાજપૂત કરણી સેના મેદાને : માનવતા માટે શક્ય તેટલું દાન કરવા અપીલ

(હિતેન સોની, રાજકોટ) મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમવર્ગીય પરિવારના આંગણે ધૈર્યરાજ નામના બાળકે ત્રણ મહિના પહેલા જન્મ લીધો હતો. જન્મજાત ગંભીર બીમારીને કારણે તેને 16 કરોડનું ઇન્જેક્શન આપવાનું હોય રાજકોટ જિલ્લામાંથી રાજકીય અને જાણિતા લોકો રાજકોટ રાજપૂત ‌કરણી સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા, લોકગાયક દેવાયત ખાવડ મદદ કરવા માટે આગળ આવ્યા છે. તેઓએ કહ્યું ‘માનવતાના હેતુ માટે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે એક પગલું ભરો અને તમારી બાજુથી શક્ય તેટલું દાન કરો. જેનાથી નાના બાળકનો જીવ બચી જાય.’
આજે બાળકના ઇલાજ માટે મદદ કરતા લખાણ સાથેના બોક્સ લઇ હાઇવે પર ફરી રહ્યાં છે અને વાહચાલકો પાસેથી દાન એકત્ર કરી રહ્યાં છે.


“સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ નામની ગંભીર બીમારીથી બાળક પીડાય છે’
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાઠોડ પરિવાર રાઠોડ પરિવારને આંગણે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે.

મોરબી: રાજપૂત કરણી સેનાએ ધૈર્યરાજ માટે દાન એકત્રિત કર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-03-2021

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો